મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઊર્જા સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં કોઈપણ પ્રકારની ઈંધણ અછત નથી અને લગભગ 60 દિવસ માટે પૂરતો ફ્યુઅલ સ્ટોક ઉપલબ્ધ છે. મંત્રાલયે આ અહેવાલોને ખોટા અને ભ્રામક ગણાવતાં કહ્યું કે આવા દુષ્પ્રચારનો હેતુ લોકોને ગભરાટમાં મૂકી અનાવશ્યક ખરીદી વધારવાનો છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પુરતો સ્ટોક ઉપલબ્ધ છે અને તમામ પંપ રાબેતામુજબ કાર્યરત છે. ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલનું રેશનિંગ લાગુ નથી. ભારત હાલમાં વિશ્વમાં ચોથા ક્રમે સૌથી મોટો રિફાઈનિંગ દેશ છે અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં પાંચમા ક્રમે આવે છે. દેશની સપ્લાય ચેઈન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને ભારત 150થી વધુ દેશોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પણ કરે છે.
India’s energy supply is fully secure and stable.
There is NO shortage of petrol, diesel, or LPG anywhere in the country. All retail outlets are operating normally, with adequate supplies.
Misinformation and panic-driven narratives are completely unfounded. Citizens are advised…
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 26, 2026
સરકારે વધુમાં જણાવ્યું કે દેશની તમામ રિફાઇનરીઝ 100 ટકા કરતાં વધુ ક્ષમતાથી કાર્યરત છે, જેથી સ્થાનિક માંગને સરળતાથી પૂરી કરી શકાય. અગાઉથી જ 60 દિવસનો તેલ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને દેશમાં ક્યાંય સપ્લાય ગેપ નથી. આ પગલાંના કારણે વૈશ્વિક સંકટની વચ્ચે પણ દેશની ઊર્જા સુરક્ષા મજબૂત રહી છે.
મંત્રાલયે સંગ્રહ ક્ષમતાને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી આપી છે. દેશ પાસે કુલ 74 દિવસ સુધીના કાચા તેલ અને ઈંધણ સંગ્રહ કરવાની ક્ષમતા છે, જેમાં કાચું તેલ, તૈયાર ઉત્પાદનો અને વ્યૂહાત્મક સંગ્રહનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિમાં 60 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે, જે કોઈપણ અચાનક વૈશ્વિક પરિસ્થિતિમાં દેશને સ્થિર સપ્લાય જાળવી રાખવામાં મદદરૂપ થશે.
એલપીજી (LPG) પુરવઠા અંગે પણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં રસોઈ ગેસની કોઈ અછત નથી. સ્થાનિક રિફાઇનરીઝ દ્વારા એલપીજી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ઉત્પાદનને આશરે 40 ટકા વધારીને દૈનિક 50 TMT સુધી પહોંચાડવામાં આવ્યું છે. હાલ દેશમાં કુલ માંગના લગભગ 60 ટકા LPGનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થઈ રહ્યું છે, જેના કારણે આયાત પર નિર્ભરતા ઘટીને લગભગ 40 TMT સુધી આવી ગઈ છે.
વિશ્લેષકોના મતે, કેન્દ્ર સરકારના આ સ્પષ્ટ સંદેશથી બજારમાં વિશ્વાસ વધશે અને અનાવશ્યક ગભરાટને રોકવામાં મદદ મળશે. ઊર્જા ક્ષેત્રમાં ભારતની તૈયારી અને સંગ્રહ ક્ષમતા હાલની વૈશ્વિક અસ્થિરતા વચ્ચે એક મજબૂત સુરક્ષા કવચ તરીકે કામ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel