ખેડા જિલ્લામાં ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા લીસ્ટર બુટલેગરને ત્યાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ત્રણ બુટલેગરો ગેરકાયદેસર વિજ જોડાણ ધરાવતા હોય તેમના વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતાં.
ચકલાસી પોલીસની ટીમ દ્વારા એમ.જી.વી.સી.એલ.ના અધિકારીઓને સાથે મળી ચકલાસી તથા ચલાલી વિસ્તારમાં પ્રોહિ બુટલેગર્સ અને અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોના ઘરે રેડ કરવામાં આવી હતી. જેમાં ત્રણ ઈસમોના ગેરકાયદેસર વીજ કનેકશન મળી આવતા તેઓ વિરૂદ્ધ એમજીવીસીએલ દ્વારા વીજ કનેકશન કટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તથા એક પ્રોહિ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કેસ શોધી કાઢ્યો હતો. ચકલાસી પોલીસે લીસ્ટેડ બુટલેગર ચંદુભાઈ હરમાનભાઈ વાઘેલા રહે. ચક્લાસી ભયજીપુરા ગ્રીડ પાસે જયદિપભાઈ કનુભાઈ વાઘેલા રહે. ચકલાસી પંડીતનગર તથા છેતરપીંડીના ગુનાહિત ઈતિહાસ ધરાવતા લાલજીભાઈ છોટાભાઈ તળપદા રહે. ચલાલી વગડો તાબે ચલાલીને ત્યા તપાસ કરી હતી.