અયોધ્યા રામ મંદિરની મુખ્ય પાદુકા એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી હતી. આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે. પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લગાવવામાં આવ્યા છે. આ પાદુકાને અયોધ્યા મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ દેશના અન્ય મંદિરોમાં દર્શન માટે લઈ જવામાં આવી રહી છે. આ ચરણ પાદુકાને હવે સોમનાથ લઈ જવામાં આવી છે ત્યાંથી રામેશ્વર થઈ બદ્રીનાથ મંદિરમાં લઈ જવાશે અને અંતે અયોધ્યાના રામ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે.
ભક્તોને પાદુકાના દર્શનનો લાભ અપાયો
બાલાજી મંદિર અમદાવાદના ટ્રસ્ટી કે. સુબ્બારાયુડુએ વૈદોના મંત્રોચ્ચાર સાથે ખાસ પૂજા કરી મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. જે પછી પાદુકાને લોકોના દર્શન માટે મૂકવામાં આવી હતી. આ સાથે મંદિરમાં વૈદિક મંત્રોચાર સાથે વિશેષ પૂજા- અર્ચના પણ કરવામાં આવી હતી.