કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાંથી રૂપિયા ૧૧,૮૮,૦૦૦ ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ જતાં ભારે ચકચાર ફેલાઈ છે. આ ચાઈનીઝ દોરીનો જથ્થો પીઠાઈ ગામના ખેતરમાંથી ઝડપાયો હતો અને આ જથ્થોખેડા નડિયાદ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. આ ચાઈનીઝ દોરીના ૯૮ બોક્સમાંથી ૪૯૨૦ નંગ ટેલર ઝડપાયા હતા. કુલ રૂપિયા ૧૧,૮૮,૦૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી. આ જથ્થો મહેશભાઈ ઉર્ફે પંકજ રમણભાઈ પટેલના ખેતરમાંથી ઝડપાયો હોવાની ચર્ચાથી ગ્રામ્યજનોમા આશ્ચર્ય ફેલાયું હતું.