નડિયાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે R&B વિભાગ દ્વારા બનાવવામાં આવેલ જે રસ્તાઓનું ધોવાણ થયું હતું તેવા રસ્તાઓનું R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર દ્વારા સર્વે કરી આ ધોવાણ થયેલ રસ્તાઓને ફરી બનાવવાની કામગીરી R&B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આ શરૂ થયેલ કામની સ્થળ મુલાકાત લઈ R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયરોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.
જેમાં કારોબારી ચેરમેન પરીનભાઈ, R & B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.