નડિયાદમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર હાલ ગંભીર વિવાદમાં આવ્યું છે. નડિયાદમાં રહેતી અને અમદાવાદમાં નોકરી કરતી 24 વર્ષીય યુવતીને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમસંબંધ હોવાના કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ યુવતીએ પોતાના પરિવાર સમક્ષ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પરિવારે ધર્મ બહાર લગ્ન ન કરવા અંગે સમજાવટ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ યુવતીએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી અને બાદમાં યુવતીને નડિયાદ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી હતી.
યુવતી લગભગ એક સપ્તાહ સુધી સેન્ટરમાં રહી હતી. આ દરમિયાન યુવતીને પરિવાર સાથે સમાધાન કરાવવાના બદલે અન્ય ધર્મનાં યુવક સાથે લગ્ન થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ યુવતીના પિતાએ કર્યા છે.
યુવતીના પિતા પોતાના વકીલ સાથે યુવતીને મળવા સેન્ટર પર પહોંચ્યા હતા, ત્યારે પણ તેઓને અંદાજે બે કલાક સુધી બહાર બેસાડી રાખવામાં આવ્યા હતા અને યુવતી સાથે મુલાકાત કરવાની મંજૂરી પણ આપવામાં આવી નહોતી.
આખરે સમગ્ર મામલો મીડિયામાં આવતા પરિસ્થિતિ બદલાઈ હતી અને યુવતીનો કબજો તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. જોકે, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલરો દ્વારા યુવતીને સમજાવવાના બદલે આંતરધર્મિય લગ્ન માટે ‘હૂંફ’ આપવામાં આવી હોવાના આક્ષેપોને પગલે હવે સરકારી સેન્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિક સ્તરે આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.
બાઈટ – કેતનભાઈ પટેલ
નડિયાદ સેશન કોર્ટે વકીલ
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel