પ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, કોર્ટને વ્યાજદર નક્કી કરવાનો અને તે ક્યારથી આપવાનો રહેશે તે નક્કી કરવાનો અધિકાર છે. આ અધિકાર દરેક કેસના તથ્યો પર આધાર રાખે છે જે, વ્યાજ મુક્તિની તારીખ, તે પહેલાં અથવા ડિક્રિની તારીખથી આપવામાં આવશે.
52 વર્ષ લાંબી કાયદાકીય લડાઈ
જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે 52 વર્ષ લાંબી કાયદાકીય લડતનો અંત લાવતા સમયે પોતાના આદેશમાં આ ટિપ્પણી કરી હતી. જેમાં રાજસ્થાન સરકાર VS આઈ. કે. મર્ચન્ટ્સ પ્રાઇવેટ લિ. સહિત ખાનગી પક્ષો વચ્ચે રાજ્ય સરકારને આપલા શેરના મૂલ્યાંકન પર વિવાદ હતો.
લાગુ વ્યાજદરોમાં પણ સંશોધન કરાયું
ખંડપીઠે શેરના મૂલ્યની વિલંબિત ચુકવણી પર લાગુ થતા વ્યાજ દરોમાં પણ સુધારો કર્યો. 32 પાનાના ચુકાદામાં ન્યાયાધીશ મહાદેવને કહ્યું કે, આ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે અદાલતોને કાયદા અનુસાર તમામ તથ્યો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યાજ દર નક્કી કરવાની સત્તા છે.
શું હતો કેસ?
ખાનગી પેઢીએ કોલકાતા હાઈકોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરી હતી. જેમાં મેસર્સ રે એન્ડ રે દ્વારા રાખવામાં આવેલા શેરની ઈશ્યુ કિંમત 640 રૂપિયા પ્રતિ શેર જાળવી રાખવામાં આવી હતી અને વાર્ષિક પાંચ ટકાના દરે સાદું વ્યાજ આપવામાં આવ્યું હતું. જ્યારે ખાનગી પેઢીએ વ્યાજમાં વધારો કરવાની માંગ કરી, ત્યારે રાજ્ય સરકારે આ કિંમતને ચેલેન્જ કરી હતી.
1973માં દાખલ થયો હતો કેસ
1973ના આ વિવાદમાં અપીલકર્તાઓ દ્વારા રાજસ્થાન રાજ્ય ખાન અને ખનિજ લિ. ના શેર રાજ્યને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચુકવણીમાં વિલંબને ધ્યાનમાં લીધો અને આદેશ આપ્યો કે અપીલકર્તાઓ વ્યાજ રૂપે યોગ્ય વળતર મેળવવા માટે હકદાર છે.