પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૦૧-૦૧-૨૦૨૫ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેડકો.ભાવેશકુમાર અશ્વિનભાઇ તથા પો.કો.જયેશકુમાર વાલજીભાઇ તથા પો.કો.નિલેશકુમાર કનુભાઇ એ રીતેના એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન ઇન્દીરાનગરી મહી કેનાલ પાસે આવતા સ્ટાફના અ.હેઙકો.ભાવેશકુમાર અશ્વિનભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે નડીયાદ ઇન્દીરાનગરી લોયેલા આઇ.ટી.આઇ પાસે છાપરામાં પપ્પુભાઇ વેરસીંગ દેવીપુજક રહે.નડીયાદ,ઇન્દીરાનગરી પાણીની ટાંકી પાસે તા.નડીયાદ જી.ખેડા નાનો માણસ રાખી પોતાના અંગત ફાયદા સારૂં જાહેરમાં આંક ફરકનો વરલી મટકાનો પૈસાથી હાર જીતનો જુગાર લખી રમી રમાડે છે.
જે માહીતી આધારે સદરહું જગ્યાએ રેઇડ કરતા (૧) રાજેશભાઇ મણીભાઈ ઠાકોર ઉ.વ.૪૪ રહે.ડુમરાલ,હનુમાનપુરા તા.નડીયાદ જી.ખેડા (૨) વિકાસ મહેંદ્રભાઇ રાવળ ઉ.વ.૪૩ રહે. પેટલાદ, મોટી પોસ્ટ ઓફીસ ભાઇ ચકલા તા.પેટલાદ જી.આણંદ (૩) પપ્પુભાઇ વેરસીંગ દેવીપુજક ઉ.વ.૪૧ રહે.નડીયાદ, ઇન્દીરાનગરી પાણીની ટાંકી પાસે તા.નડીયાદ જી.ખેડાનો નાઓની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂપીયા.૧૩,૩૦૦/- આંકડા લખેલ એક ડાયરી તથા કાર્બન પેપર તથા કાર્બન-પેન તથા ચાર ડાયરીના પાના જે તમામની કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે રૂ. ૧૩૩૦૦/-નો મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધમાં નડિયાદ પશ્ચિમ પો.સ્ટે જુગારધારા કલમ ૧૨-અ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.