Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદા ને અનોખા ગદાના  શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા.
સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાના ગર્ભ ગૃહને ગદાઓથી શણગારવામાં આવ્યું. અને દશેરાના પવિત્ર દીને દાદાનું શસ્ત્ર ગદાનું પૂજન કરવામાં આવ્યું તથા તલવાર, કટારી જેવા શસ્ત્રો નું પણ સાથે સાથે પૂજન કરવામાં આવ્યું.
તથા સુખડીનો ભોગ દાદાને જમાડવામાં આવ્યો.
સવારે ૭ કલાકે દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો
આ પ્રસંગે રામ ધુન કરવામાં આવી.

આ મંદિર 140 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાર્ક ખાતે આવેલ છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદા ને કરવામાં આવે છે દાદાને મહાભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી અનોખા દર્શનનો લાભ લેવા સવારથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.