Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

વિજયા દશમી નિમિત્તે ખેડા પોલીસ હેડ ક્વાર્ટરમાં એસપીની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયા દશમી નિમિત્તે ખેડા પોલીસ હેડ ક્વાર્ટરમાં એસપીની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે વિજયાદશમી. આજે સમગ્ર જિલ્લામાં આ દિવસની ઉજવણી કરાઇ છે, ત્યારે ખેડા કેમ્પ ખાતે જિલ્લા પોલીસ હેડ ક્વોટરમાં શસ્ત્ર પૂજન જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા કરવામાં આવ્યું હતું, પોલીસ દ્વારા અશ્વ અને શ્વાનનું પણ ખાસ પૂજન કરાયું હતું.

શનિવારે દશેરા નિમિત્તે ખાસ શસ્ત્ર પૂજન વિધી કરાઇ છે, આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સાથે DYSP અને અન્ય પોલીસ અધિકારીઓ, LCB પીઆઈ હાજર રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા સૌપ્રથમ શસ્ત્રનુ પૂજન કરાયુ હતું, આ બાદ આરતી કરાઇ હતી, આ પ્રસંગે પોલીસ બેન્ડના જવાનોએ સુંદર વાતાવરણ ઊભુ કર્યું હતું. આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમા હોર્સ અને ડોગનુ પણ કંકુ તીલક કરી પૂજન કરવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.