તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ દેશભરમાં હજી સમેટાયો નથી, ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર કહી ભક્તોને અપાતા પ્રસાદીના લાડુની તપાસ કરવા માંગ કરી છે.
મંદિરના પૂજારી આશિષ સેવકે જણાવ્યું કે, લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે. અગાઉના વર્ષોમાં આ લાડુના પ્રસાદમાં જામખંભાળિયાનુ ઘી વાપરવાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી અન્ય બ્રાન્ડેડ કંપનીનું ઘી વાપરવાં આવે છે. આ લાડુના પ્રસાદની યોગ્ય તપાસ થવી જોઈએ એફ એસ એલમા સેમ્પલો લેવા જોઈએ, આ લાડુનો પ્રસાદ પહેલા મહિનાઓ સુધી રહેતો હતો પરંતુ હવે ત્રણથી ચાર જ દિવસમાં લાડુ પ્રસાદ સ્મેલ મારે છે. આશરે 22 દિવસ અગાઉ સેવક ટ્રસ્ટીની અમારી મીટીંગ હતી ત્યારે મે મૌખિક રજૂઆત કરી હતી. ગતરોજ મારા ફેસબુક પેજ પર પ્રસાદીના વિડિયો સાથેની પોસ્ટ મુકી છે, આ સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટને લઈ ચર્ચા ટોક ઓફ ટાઉન બની છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)