ગોહિલવાડની ઐતિહાસિક કોયા ભગત જગ્યા એટલે શ્રી મોંઘીબા જગ્યામાં મહંત ઝીણારામજી મહારાજના નેતૃત્વ માર્ગદર્શન સાથે પુણ્યતિથિ ઉજવણી થઈ છે.
મોંઘીબા મહારાજની પુણ્યતિથિ નિમિત્તે જગ્યામાં ભાવિક સેવકોના આયોજન સાથે યજ્ઞ વિધિ થઈ હતી. અહીંયા પૂજન વંદનામાં અને પ્રસાદ લાભમાં ભાવિકો ભાવ ભક્તિ સાથે જોડાયા હતા.
આ પ્રસંગે સિહોર ઉપરાંત પંથકમાંથી સેવકો ઉજવણીમાં જોડાયા હતા.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)