દેવ બિરસા સેના દ્વારા માંડવી તાલુકામાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા ચર્ચો, ચર્ચો બનાવવા માટેનો ફંડ ક્યાંથી આવ્યું છે ? આ ચર્ચો કોણ બનાવી રહ્યું છે ? આ સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરવા બાબતે માંડવી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા સમયથી માંડવી તાલુકામાં ધર્માતરણ ને લઈને ખૂબ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ દેવ બિરસા સેના દ્વારા ખૂબ મોટી સંખ્યામાં રેલી યોજી માંડવી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
માંડવી તાલુકામાં ધર્માંતરણ ના કેસમાં છેલ્લા કેટલા દિવસોથી રોજ રોજ સરકારી સ્કૂલમાં ભણાવતા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે માંડવી તાલુકામાં ગેરકાયદેસર ચર્ચો પણ ખૂબ મોટી સંખ્યામાં બનાવવામાં આવ્યા છે અને આ ચર્ચો બનાવવા માટે કોણ ફંડ આપી રહ્યું છે, આ ચર્ચો ને બનાવવાનું કામ કઈ સંસ્થા કરી રહી છે જેવી બાબતોનું ગંભીરતાપૂર્વક યોગ્ય તપાસ થાય એવી માંગ સાથે દેવ બિરસા સેના દ્વારા માંડવી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
વિકાસ શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel