DRDOએ આજે એટલે કે શુક્રવારે નવી પેઢીના આકાશ મિસાઈલ (AKASH-NG)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. DRDOના જણાવ્યા અનુસાર ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની સંકલિત પરીક્ષણ શ્રેણીથી ખૂબ જ ઓછી ઉંચાઈ પર હાઈ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યને અથડાવીને સવારે 10:30 વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન શસ્ત્ર પ્રણાલી દ્વારા લક્ષ્યને સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યું અને તેનો નાશ કરવામાં આવ્યો.
#WATCH | India's DRDO conducted a successful flight test of the New Generation AKASH (AKASH-NG) missile today. The test was conducted at AM from the Integrated Test Range, Chandipur off the coast of Odisha against a high-speed unmanned aerial target at very low altitude. During… pic.twitter.com/LVr3ly0hEk
— ANI (@ANI) January 12, 2024
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આકાશ મિસાઈલ (AKASH-NG)ના સફળ ફ્લાઇટ પરીક્ષણ માટે DRDO, ભારતીય વાયુસેના, PSU અને ઉદ્યોગની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આકાશ મિસાઇલ સિસ્ટમનો સફળ વિકાસ દેશની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધુ વધારશે