Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

આણંદ જિલ્લામાં ATS ના દરોડામાં પકડાયું અધધ 100 કરોડનું ડ્રગ્સ

આણંદ જિલ્લામાં ATS ના દરોડામાં પકડાયું અધધ 100 કરોડનું ડ્રગ્સ

ખંભાતના સોખડા ખાતે આવેલી જી.આઇ.ડી.સી માં સો કરોડ ડ્રગ્સ પકડતા ગુજરાતમાં ચકચાર. ખંભાત પાસે ગ્રીન લાઈટ કંપનીમાં એટીએસ સ્કોર્ડ અમદાવાદનાં સાહીઠ જેટલા કર્મચારીઓ અને અધિકારઓ ની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ સો કરોડનું પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવતા કંપનીના માલિક ભાગીદાર તેમજ કર્મચારી સહિત છ લોકોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. આ ડ્રગ કોભાંડમાં કોણ કોણ સામેલ છે અને એના તાર ક્યાં સુધી પહોંચ્યા તે દિશામાં વધુ તપાસ કરવા હેતુ એટીએસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે.

પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતી ગ્રીન લાઈટ કંપની પર ATS ની ટીમે ગુપ્ત સર્ચ ઓપરેશન શરૂ કરી તપાસ કરતા ઘેનની ગોળીઓ બનાવવામાં દવામાં વપરાતા કેમિકલની આડમાં ડ્રગ બનાવાતું હોવાની બાતમીને આધારે દરોડા પડતાં ૧૦૦ કિલો પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. આની કિંમત સો કરોડ ઉપરાંતની થવા જાય છે આ બાબતે ATS આ કોભાંડમાં કંપનીના માલિક, ભાગીદાર તેમજ કર્મચારી સહિત 6 લોકોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. આ ડ્રગ કોભાંડમાં કોણ કોણ સામેલ છે અને એના તાર ક્યાં સુધી પહોંચ્યા તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગ્રીન લાઈટનાં કંપનીના માલિકો મૂળ અમદાવાદના છે આ કંપની માલિકો ને ATS એ ઝડપી પાડી અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરી છે.

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.