કર્ણાટકમાં 11 ડિસેમ્બરે મહિલાને નિર્વસ્ત્ર કરીને મારપીટ કરવાના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સોમવારે કહ્યું કે, બેટી પઢાઓ, બેટી બચાવોથી કામ નહીં ચાલે. હવે જરૂર છે કે દીકરાઓને પઢાઓ અને તેનાથી દીકરીઓને બચાવો. મહત્વનું છે કે, કર્ણાટકના બેલગાવીના હુક્કેરીમાં 11 ડિસેમ્બરે 42 વર્ષીય મહિલાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવી અને પછી વીજપોલ સાથે બાંધીને માર માર્યો. ગામના લોકો મહિલાનના દીકરાથી નારાજ હતા. કારણ કે તેણે ગામની એક યુવતી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા.
હવે જરૂર છે, દિકરાઓને ભણાવવાની: કર્ણાટક હાઈકોર્ટે
કર્ણાટક હાઈકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ પ્રસન્ન બી વરાલેની ખંડ પીઠે મીડિયા રિપોર્ટના આધારે આ ઘટનાની સ્વત સંજ્ઞાન લેતા સમાજ પર સામુહિક જવાબદારી નક્કી કરવા આહ્વાન કર્યું હતું. ન્યાયમૂર્તિ વરાલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પુરૂષોને નહીં સમજાવવામાં આવે કે, મહિલાઓનું સન્માન અને રક્ષા કેવી રીતે કરવી,ત્યા સુધી બેટી પઢાઓ,બેટી બચાવોનું લક્ષ્ય મેળવી શકીશું નહીં. હવે જરૂર છે, દિકરાઓને ભણાવો કે, દીકરીઓની રક્ષા કેવી રીતે કરવી.
સારા સમાજ વિના રાષ્ટ્રનું નિર્માણ થતું નથી
ન્યાયમૂર્તિ વરાલે ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર પુસ્તકને ટાંકીને જણાવ્યું હતું કે, જ્યા સુધી તમે સારો સમાજ નહી બનાવો, ત્યા સુધી તમે રાષ્ટ્રનું નિર્માણ નહી કરી શકો. જ્યા સુધી આપણે આ મૂલ્યો આવનારી પેઢીમાં નહી લગાવીએ ત્યા સુધી કશું થવાનું નથી.
કર્ણાટકના બેલગાવીના હુક્કેરીમાં 11 ડિસેમ્બરે 42 વર્ષીય મહિલાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફુલેકું કાઢ્યું હતું, બાદમાં થાંભલામાં બાંધીને મારમારવામાં આવ્યો હતો. ગામના લોકો મહિલાના પુત્રથી નારાજ હતા કારણ કે, તે ગામની એક છોકરી સાથે ભાગી ગયો હતો અને તેની સાથે લગ્ન કર્યા હતા. કર્ણાટક હાઈકોર્ટેના ન્યાયમૂર્તિ વરાલેએ સુનાવણી દમિયાન કહ્યું કે, આવી ઘટનાઓમાં સામૂહિક જવાબદારી નક્કી કરવી જરૂરી છે.