આજે જ્યારે સમાજની અંદર જેટલા પુરુષો દેશના નિર્માણ અને પ્રગતિ માટે કાર્ય કરતા હોય છે તેટલું જ કામ મહિલાઓ પણ આજે મોખરે રહીને કરી રહી છે મહિલાઓ દ્વારા રાજ્યના તેમજ દેશના અનેક ક્ષેત્રોમાં આગળ પડતો ભાગ ભજવી રાજ્ય અને દેશની પ્રગતિમાં સિંહ ફાળો આપ્યો છે અને મહિલાઓ અગ્રેસર રહી દેશ અને સમાજને આગળ લઈ જવા માટે પ્રેરણા આપતી રહી છે.
આજે 108 ઇમરજન્સી સેવા તાપી દ્વારા ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસના બીજા પ્રોજેક્ટ જેવા કે આરોગ્ય સંજીવની ,181 અભયમ, 1962 એનીમલ હેલ્પલાઇન, ખિલખિલાટ સેવા ની મહિલાઓ દ્વારા આજરોજ કેક કાપી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આજના દિવસે પ્રોત્સાહનના ભાગરૂપે આખા વર્ષ દરમિયાન જે મહિલાઓએ સારી કામગીરી કરી છે એમને બિરદાવવામાં પણ આવ્યા હતા, અને મહિલાઓને આજરોજ અલગ અલગ મનોરંજન પ્રવૃત્તિઓ કરાવી આનંદની અનુભૂતિ કરાવી હતી.
આ કાર્યક્રમનું આયોજન 108 ઈમરજન્સી સેવા સુરત અને તાપીના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ ટેરેટરી ઇન્ચાર્જ ચૌધરી મયંક તથા ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવી હતી, આ પ્રવૃત્તિ ની અંદર આશરે 35 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને ખૂબ જ આનંદમય અનુભવ કર્યો હતો.