મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી દિવાળીના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ફૂડ સેફટી પખવાડિયું ઉજવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખેડા જિલ્લામાં આગામી દિવાળીના તહેવારોમાં વેચાતી તમામ ખાદ્યચીજો આવરી લેતા એન્ફોર્સ્મેન્ટ નમુનાઓ જેવા કે માવો, મીઠો માવો, ઘી, તેલ, સ્પાઈસીસ, બરફી, મીઠાઈ,ફરસાણ, ડ્રાયફુટ, દુધ અને દુધની બનાવટો, મઠીયા ચોળાફળીના કુલ ૧૪૯ નમુનાઓ લઈ ગુજરાત રાજ્યની ફુડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
જેમાં ફુડ સેફ્ટી અન્વયેના વિડીયો, પેમ્પલેટ, ટેસ્ટીંગ મશીનરી, પ્રાથમિક ફુડ ચકાસણીના ડેમોસ્ટ્રેશન સાથે કુલ ૧૬૭૦ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જે અન્વયે કુલ ૨૦૨ નમુનાઓની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ફુડ હાયજીન અને ફુડ સેફ્ટી અંગે કુલ ૩૭ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. જિલ્લાના જાહેર સ્થળો પર અને નવરાત્રી મહોત્સવમાં લોક જાગૃતિના કુલ ૪૩ પ્રોગ્રામ કરી ૨૧૦૦ વ્યક્તિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ફૂડ સેફ્ટી પખવાડીયા દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડીઆદ કચેરી દ્વારા શંકાસ્પદ ૬૨ કી.ગ્રા ધી અને ૧૫૦ કી.ગ્રા નમકીન એમ કુલ મળી અંદાજિત રૂપિયા ૮૬,૫૪૦/- નો જથ્થો સદર ધારા હેઠળ સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ ડ્રગ વિભાગ ધ્વારા કુલ ૧૭ પેઢીઓની તપાસ કરતાં પરવાનાની શરતના ભંગ બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી.