વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે પુષ્ટિ કરવામા આવી છે. નોંધનીય છે કે, આ વખતે એસસીઓ સમિટનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે.
MEA Spokesperson Randhir Jaiswal says, "EAM Jaishankar will lead a delegation to Pakistan for the SCO summit which will be held in Islamabad on 15th and 16th October…" pic.twitter.com/JPotcj1VMq
— ANI (@ANI) October 4, 2024
એસસીઓ સમિટ ક્યારે યોજાશે?
એસસીઓનું સમિટન આ વર્ષના ઓક્ટોબર મહિનામાં જ આયોજિત થવા જઈ રહ્યું છે અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. 15મી અને 16મી ઓક્ટોબરે યોજાનારી આ સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. તેથી વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાન જશે.
#WATCH | MEA Spokesperson Randhir Jaiswal says, "President of the Republic of Maldives Mohamed Muizzu will be travelling to India on a state visit from 7th to 10th October 2024. This will be his first bilateral visit to India. He had earlier visited India, in June 2024 to attend… pic.twitter.com/SwydGCxfeO
— ANI (@ANI) October 4, 2024
માલદીવના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘વિદેશ મંત્રી એસ. જયશંકરની પાકિસ્તાનની મુલાકાત ઉપરાંત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત મુલાકાતનો પણ પ્રસ્તાવ છે. માલદીવના રાષ્ટ્રપતિ સાતમીથી 10મી ઓક્ટોબર 2024 દરમિયાન ભારતની સરકારી મુલાકાત લેશે. ભારતની આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે.’