click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કપડવંજમાં ‘વન કવચ’ બન્યું પ્રકૃતિનું સુરક્ષા કવચ : ગ્લોબલ વોર્મિંગ સામે ખેડા જિલ્લાનો હરિત સંકલ્પ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કપડવંજમાં ‘વન કવચ’ બન્યું પ્રકૃતિનું સુરક્ષા કવચ : ગ્લોબલ વોર્મિંગ સામે ખેડા જિલ્લાનો હરિત સંકલ્પ
GujaratKheda

કપડવંજમાં ‘વન કવચ’ બન્યું પ્રકૃતિનું સુરક્ષા કવચ : ગ્લોબલ વોર્મિંગ સામે ખેડા જિલ્લાનો હરિત સંકલ્પ

મિયાવાકી પદ્ધતિથી માત્ર ૧૦ મહિનામાં ૧૦ થી ૧૨ ફૂટ ઊંચા થયા ૧૦,૦૦૦ દેશી વૃક્ષો, ચાલુ વર્ષે જિલ્લામાં વધુ ૬ ‘વન કવચ’ ઊભા કરાશે.

Last updated: 2026/07/17 at 3:50 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વધતા ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પડકારો વચ્ચે પર્યાવરણ સંરક્ષણ માટે ખેડા જિલ્લાના કપડવંજમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે.

કપડવંજના નડીયાદ રોડ પર સુએઝ ફાર્મમાં ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જાપાનની પ્રસિદ્ધ મિયાવાકી પદ્ધતિ દ્વારા માત્ર ૧ હેક્ટર ઉજ્જડ જમીનને હરિયાળા જંગલમાં પરિવર્તિત કરીને ‘વન કવચ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. ૨૫ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલા આ હરિત પ્રકલ્પે આજે સ્થાનિક પર્યાવરણને નવી દિશા આપી છે.

મિયાવાકી પદ્ધતિ હેઠળ ૧x૧ મીટરના અંતરે ૧ હેક્ટર વિસ્તારમાં ૧૦,૦૦૦ દેશી અને લુપ્તપ્રાય પ્રજાતિના વૃક્ષોનું ગીચ વાવેતર કરવામાં આવ્યું છે. ગીચ વાવેતરના પરિણામે છોડ વચ્ચે સૂર્યપ્રકાશ મેળવવા માટે સ્વાભાવિક સ્પર્ધા સર્જાતા વૃક્ષોનો વિકાસ અત્યંત ઝડપી બન્યો છે. પરિણામે માત્ર ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં જ વૃક્ષોની ઊંચાઈ ૧૦ થી ૧૨ ફૂટ સુધી પહોંચી ગઈ છે.

વન કવચમાં વડ, પીપળો, આંબલી, આમળા, લીમડો, સીસમ, બીલી, કરમદા અને વાંસ વગેરે સહિત સ્થાનિક પર્યાવરણ માટે મહત્વપૂર્ણ એવી ૧૦થી વધુ દેશી પ્રજાતિના વૃક્ષોનું સંવર્ધન કરવામાં આવ્યું છે. આ ગીચ હરિયાળીએ સમગ્ર વિસ્તારમાં કુદરતી છત્ર (કેનોપી) ઊભું કર્યું છે, જેના કારણે નીંદણનો વિકાસ અટકે છે, જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને વૃક્ષોની વૃદ્ધિ વધુ મજબૂત બને છે.

એક સમયે ઉજ્જડ અને નિર્જન રહેલી આ જમીન આજે પક્ષીઓ, નાના પ્રાણીઓ અને સરીસૃપો માટે કુદરતી નિવાસસ્થાન બની છે. પરિણામે સ્થાનિક જૈવવિવિધતાના સંવર્ધનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

આવનારા વર્ષોમાં આ વન કવચ અંદાજે ૧૦ લાખ લીટર વરસાદી પાણીનું સંચય કરીને ભૂગર્ભ જળસ્તર વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉપરાંત ઉનાળાની ઋતુમાં આસપાસના વિસ્તારનું તાપમાન અંદાજે ૩થી ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવામાં મદદરૂપ બનશે, જેના કારણે સ્થાનિક નાગરિકોને કુદરતી ઠંડક અને હરિયાળીનો લાભ મળશે. સાથે જ કાર્બન શોષણ ક્ષમતામાં વધારો થતાં ભવિષ્યમાં કાર્બન ક્રેડિટની દિશામાં પણ આ પ્રકલ્પ ઉપયોગી સાબિત થશે.

નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયાએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિના વૃક્ષોના મૂળના મજબૂત વિકાસ માટે અત્યંત અનુકૂળ હોય છે. આ સમયગાળા દરમિયાન કુદરતી ભેજ અને પૂરતા વરસાદને કારણે વૃક્ષો ઝડપથી વિકસે છે અને તેમની જીવનક્ષમતા વધુ મજબૂત બને છે. કપડવંજ ખાતેના આ સફળ પ્રયોગને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગ સામે હરિત અભિયાનને વધુ વેગ આપવા માટે ચાલુ વર્ષ દરમિયાન વધુ ૬ નવા ‘વન કવચ’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પર્યાવરણ સંરક્ષણ, જળ સંચય, જૈવવિવિધતાનું જતન અને આબોહવા પરિવર્તન સામે લડત માટે આ પહેલ ખેડા જિલ્લામાં હરિત વિકાસનું એક સશક્ત મોડેલ બની રહી છે.

 

રીપોર્ટર – સુરેશ પારેખ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: @india, 10000 Trees, 10000 વૃક્ષો, Abhishek Samaria, Biodiversity Conservation, Breaking news, Carbon Credit, Climate Change, Climate Change Gujarat, CM Gujarat, Endangered Species, environmental conservation, Forest Department Gujarat, Forest Protection Scheme, global warming, Green Campaign, Green Kheda, Groundwater Level, gujarat, Gujarat environment news, gujarati news, india news, Kapadvanj, Kapadvanj Forest Protection, Kapadvanj Miyawaki Forest, Kapadvanj News, Kheda, kheda collector, Kheda district, kheda news, Kheda Van Kavach, Mini Forest Gujarat, Miyawaki Forest Gujarat, Miyawaki method, Narendra Modi, Native Trees, Native Trees Gujarat, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Rainwater Harvesting, Suez Farm Kapadvanj, top news channel, topnews, topnewschannelinindia, Urban Forest Gujarat, water conservation, અભિષેક સામરીયા, આબોહવા પરિવર્તન, કપડવંજ વન કવચ, કપડવંજ સમાચાર, ખેડા જિલ્લો, ખેડા સમાચાર, ગુજરાત પર્યાવરણ સમાચાર, ગ્લોબલ વોર્મિંગ, જળ સંચય, જૈવવિવિધતા સંરક્ષણ, દેશી વૃક્ષો, પર્યાવરણ સંરક્ષણ, ભારત, ભૂગર્ભ જળસ્તર, મિયાવાકી પદ્ધતિ, લુપ્તપ્રાય પ્રજાતિઓ, વન કવચ યોજના, સુએઝ ફાર્મ કપડવંજ, હરિત અભિયાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં JeMના કથિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ: ATSનો દાવો—પેનડ્રાઇવથી બોમ્બ બનાવવાની તાલીમ, 8 સ્થળે ટેસ્ટ બ્લાસ્ટ
Next Article શું સોનમ વાંગચુકે ચેવાંગ નોરફેલની આર્ટિફિશિયલ ગ્લેશિયર ટેક્નોલોજી ચોરી હતી? જાણો વાયરલ દાવાની હકીકત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?