click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અરજી વ્યવસ્થાપન પ્રણાલી (AMS)થી ખેડા જિલ્લા પોલીસ બની નાગરિકકેન્દ્રિત પોલીસિંગનું સફળ મોડેલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અરજી વ્યવસ્થાપન પ્રણાલી (AMS)થી ખેડા જિલ્લા પોલીસ બની નાગરિકકેન્દ્રિત પોલીસિંગનું સફળ મોડેલ
GujaratKheda

અરજી વ્યવસ્થાપન પ્રણાલી (AMS)થી ખેડા જિલ્લા પોલીસ બની નાગરિકકેન્દ્રિત પોલીસિંગનું સફળ મોડેલ

૩૭ હજારથી વધુ અરજીઓનો સંતોષકારક નિકાલ – પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ વધારવા બદલ મળ્યો પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ

Last updated: 2026/07/21 at 11:21 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ખેડા જિલ્લા પોલીસ દ્વારા પ્રોજેક્ટ મૈત્રી અંતર્ગત અમલમાં મુકાયેલી અરજી વ્યવસ્થાપન પ્રણાલી (Application Management System – AMS) આજે નાગરિકકેન્દ્રિત પોલીસિંગનું સફળ મોડેલ બની છે. પારદર્શક, જવાબદાર અને સમયબદ્ધ કામગીરીના પરિણામે ખેડા જિલ્લા પોલીસને “પોલીસ–સમુદાય વચ્ચે વિશ્વાસ અને સંબંધોના નિર્માણ” ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ દેશના પ્રતિષ્ઠિત SKOCH Awardથી સન્માનિત કરવામાં આવી છે. દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલએ આ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

નાગરિકોને તેમની અરજીઓ અંગે સમયસર માહિતી મળે અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ નડિયાદ ટાઉન અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે AMSનો પ્રાયોગિક પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મળેલા સફળ પરિણામોને આધારે તા. ૧૫ માર્ચ, ૨૦૨૪થી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

દરેક પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત રિસેપ્શન સેન્ટરમાં અરજીઓની નોંધણી, કાયદાકીય માર્ગદર્શન તથા તાત્કાલિક તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. દરેક અરજી માટે યોગ્ય તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને અરજદારને સમગ્ર પ્રક્રિયા દરમિયાન સમયાંતરે માહિતી આપવામાં આવે છે.

જિલ્લા કક્ષાએ અસરકારક મોનિટરિંગ માટે દરેક રિસેપ્શન સેન્ટર ખાતે QR Codeની સુવિધા ઉપલબ્ધ છે. અરજી નોંધાયા બાદ અરજદાર પોતાના અનુભવ અને સૂચનો ઓનલાઈન નોંધાવી શકે છે. પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી મોનિટરિંગ ટીમ આ પ્રતિસાદના આધારે સમગ્ર પ્રક્રિયાનું સતત ઓનલાઈન સુપરવિઝન કરે છે.

AMSની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે અરજીની માત્ર નોંધણી જ નહીં, પરંતુ સમગ્ર પ્રક્રિયાનું સતત અનુસરણ કરવામાં આવે છે. અરજી મળ્યાના ૨૪ કલાકમાં તપાસ અધિકારી, ત્યારબાદ ૪૮ કલાકમાં મોનિટરિંગ ટીમ અને અરજીના નિકાલ બાદ અંદાજે ૧૪ દિવસ પછી ફરી એકવાર અરજદારનો સંપર્ક કરવામાં આવે છે. એક અરજી માટે કુલ ત્રણ વખત સંપર્ક કરવાની આ વ્યવસ્થાથી અત્યાર સુધીમાં ૮૩ હજારથી વધુ ટેલિફોનિક સંપર્કો કરવામાં આવ્યા છે, જેના કારણે પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતામાં નોંધપાત્ર વધારો થયો છે.

પ્રોજેક્ટનું સ્વતંત્ર મૂલ્યાંકન નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હસિત મહેતાના માર્ગદર્શન હેઠળ ૨૬ પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકનમાં AMSને નાગરિકકેન્દ્રિત પોલીસિંગનું અસરકારક અને પ્રેરણાદાયી મોડેલ ગણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી વર્ષમાં AMS અંતર્ગત ૩૭ હજારથી વધુ અરજીઓનો સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે ૧ જાન્યુઆરીથી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન પ્રાપ્ત થયેલી ૯,૦૦૦ અરજીઓમાંથી ૮,૮૦૦ અરજીઓનો સફળ નિકાલ કરવામાં આવ્યો છે.

ખેડા જિલ્લા પોલીસની આ પહેલ પારદર્શિતા, જવાબદારી અને સંવેદનશીલ અભિગમ દ્વારા “સેવા, સુરક્ષા અને શાંતિ”ના ધ્યેયને વધુ મજબૂત બનાવી રહી છે અને રાજ્યમાં કોમ્યુનિટી પોલીસિંગ માટે એક પ્રેરણાદાયી મોડેલ તરીકે ઉભરી આવી છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: Accountable Policing, AMS Project, Application Management System, Best Policing Initiative India, Citizen Centric Policing, Citizen Feedback Police, Community Policing Gujarat, Digital Policing Gujarat, Gujarat Community Policing Model, Gujarat Police Innovation, Gujarat Police Project, Kheda District News, Kheda district police, Kheda Police AMS, Kheda Police SKOCH Award, Kheda SP Vijay Patel, nadiad police, Police Application Management System, Police Community Trust, Police Complaint Tracking System, Police Reception Centre, Project Maitri, Project Maitri Kheda, Public Grievance Redressal, QR Code Feedback System, QR કોડ ફીડબેક સિસ્ટમ, SKOCH Award, SKOCH Award 2026, SKOCH એવોર્ડ, SKOCH એવોર્ડ 2026, Transparent Policing, Vijay Patel IPS, એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ, કોમ્યુનિટી પોલીસિંગ ગુજરાત, ખેડા SP વિજય પટેલ, ખેડા જિલ્લા પોલીસ, ખેડા જિલ્લા સમાચાર, ખેડા પોલીસ AMS, ખેડા પોલીસ SKOCH એવોર્ડ, ગુજરાત કોમ્યુનિટી પોલીસિંગ મોડેલ, ગુજરાત પોલીસ ઇનોવેશન, ગુજરાત પોલીસ પ્રોજેક્ટ, જવાબદાર પોલીસિંગ, જાહેર ફરિયાદ નિવારણ, ડિજિટલ પોલીસિંગ ગુજરાત, નડિયાદ પોલીસ, નાગરિક કેન્દ્રિત પોલીસિંગ, નાગરિક ફીડબેક પોલીસ, પારદર્શક પોલીસિંગ, પોલીસ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ, પોલીસ કોમ્યુનિટી ટ્રસ્ટ, પોલીસ ફરિયાદ ટ્રેકિંગ સિસ્ટમ, પોલીસ રિસેપ્શન સેન્ટર, પ્રોજેક્ટ મૈત્રી, પ્રોજેક્ટ મૈત્રી ખેડા, વિજય પટેલ IPS, શ્રેષ્ઠ પોલીસિંગ પહેલ ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 21, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી CJP પ્રદર્શનમાં હિંસા : 118થી વધુ પોલીસકર્મી ઘાયલ, 5 FIR અને 70 લોકોની અટકાયત
Next Article સિક્કિમના નામચીમાં ટનલ દુર્ઘટના : ભૂસ્ખલન અને મિથેન ગેસ લીકથી 7 શ્રમિકોનાં મોત, 27 લોકો ફસાયા હોવાની આશંકા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?