ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યુ હતું જે તેમણે સ્વીકારી લીધુ છે. આ પહેલા અમેરિકી પ્રમુખ જો બાયડેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અમેરિકા તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા મળી ન હતી અને બાદમાં 12 ડિસેમ્બરે સમાચાર આવ્યા કે અમેરિકી પ્રમુખ જો બાયડેન ગણતંત્ર દિવસ 2024 માટે ભારત આવશે નહીં.
French President Macron confirms to visit India as Chief Guest for 2024 Republic Day celebrations
Read @ANI Story | https://t.co/s41cQ2g4ho#PMModi #EmmanuelMacron #RepublicDay pic.twitter.com/J5MCmPUHro
— ANI Digital (@ani_digital) December 22, 2023
ભારતના ગણતંત્ર દિવસ પર હાજર રહેનાર મેક્રોન ફ્રાન્સના છઠ્ઠા નેતા હશે
ભારતના ગણતંત્ર દિવસ પર ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના છઠ્ઠા નેતા હશે, આ પહેલા 1976માં ફ્રન્સના પ્રધાનમંત્રી જેક્સ શિરાક, 1980માં રાષ્ટ્રપતિ વેલેરી જીસકાર્ડ ડી’ઇસ્ટાઇંગ, 1998 જેક્સ શિરાક, 2008માં રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી, 2016માં ફ્રાન્કોઇસ ઓલાંદ ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે જુલાઈમાં ફ્રાન્સની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બેસ્ટિલ ડે (National Day of France)ની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દિલ્હીમાં ભારતના ગણતંત્રના સમારોહમાં મુખ્ય અથિતિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ પહેલા અમેરિકી પ્રમુખને આમંત્રણ આપાયુ હતું.
આ પહેલા નરેન્દ્ર મોદીએ ભારતના ગણતંત્ર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અમેરિકી પ્રમુખ જો બાયડેનને આમંત્રણ આપ્યુ હતું, જોકે અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી અને 12 ડિસેમ્બરે સામાચાર આવ્યા હતા કે જો બાયડેન 26મી જાન્યુઆરે તેમનું શેડ્યુલ ખુબજ વ્યસ્ત હોવાથી જાન્યુઆરીમાં ભારતમાં આયોજિત ગણતંત્ર સમારોહમાં હાજરી આપી શક્શે નહીં, આ ઉપરાંત ભારતમાં જાન્યુઆરીમાં યોજાનારી ક્વાડ સમિટ પણ મોકૂફ રાખવામાં આવી હતી. આ સમિટ 26મી જાન્યુઆરીની આસપાસ થવાની હતી.