પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ એસ.જી.પટેલ તથા પો.સ.ઇ એસ.બી.દેસાઇ નાઓની સુચના હેઠળ આજ રોજ તા.૧૯-૧૦-૨૦૨૪ એલ.સી.બી સ્ટાફનાઓ નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન બસ સ્ટેશન પાસે આવતા અ.હેઙકો ઋતુરાજસિંહ ગોપાલસિંહ તથા હિરેનકુમાર જયંતીભાઇ તથા પો.કો.કુલદિપસિંહ હેમુભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે પાટણ જીલ્લાના (૧) પાટણ તાલુકા પો.સ્ટે. પાર્ટ એ.ગુર.નં.૧૧૨૧૭૦૨૬૨૪૦૫૦૫/૨૦૨૪ BNS-2023 ની કલમ- ૩૦૩ (૨), ૩૨૯ (૩), ૩૨૪ (૫) મુજબના ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓ (૧) સાજનભાઇ તમાચીભાઇ ભટી (ડફેર) તથા (૨) રહીમભાઇ ઉર્ફે ડીયો સ/ઓ રમજાનભાઈ ભટી (ડફેર) બન્ને રહે.આંતરનેશ, સિંધીવાસ રાણીસર તા.સાંતલપુર જી.પાટણ નાઓને નડિયાદ બસ સ્ટેશન બહારથી આવતા સદરહું આરોપીને ઉક્ત ગુનાના કામે BNSS ૩૫(૧) જે મુજબ અટક કરી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.