પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા – નડીયાદ તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ એસ.જી.પટેલ તથા પો.સ.ઇ એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેડકો. ગીરીશભાઇ અંબલાલ તથા અ.હેઙકો ભાવેશકુમાર અશ્વિનભાઇ તથા અ.પો.કો ગણેશ ગોપીનાથ તથા આ.પો.કો. શૈલેષકુમાર અર્જુનસિંહ એ રીતેના એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો વડતાલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન વડતાલ જ્ઞાનબાગ ચોકડી પાસે આવતા સ્ટાફના અ.હેડ.કો.ભાવેશકુમાર અશ્વિનભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે, વડતાલ દલાપુરા ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારું જાહેરમાં પત્તા-પાનાનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા (૧) કીરીટભાઇ બળવતભાઇ પરમાર રહે. વડતાલ જ્ઞાનબાગ પાછળ મોટાભાથીજી મંદીર પાસે તા.નડીયાદ જી.ખેડા (૨) નૈનેશકુમાર સુરેશભાઇ પરમાર રહે. વડતાલ જીવરાધ્યા પુરા જ્ઞાનબાગ પાછળ તા.નડીયાદ જી.ખેડા (3) સંદીપભાઇ કનુભાઇ પરમાર રહે. વડતાલ જ્ઞાનબાગ પાછળ તા.નડીયાદ જી.ખેડા (૪) ભરતભાઇ વિનોદભાઇ પરમાર રહે. વડતાલ જ્ઞાનબાગ પાછળ મોટાભાથીજી મંદીર પાસે તા.નડીયાદ જી.ખેડા (૫) પ્રવિણભાઇ રાવજીભાઇ પરમાર રહે. વડતાલ જ્ઞાનબાગ પાછળ મોટાભાથીજી મંદીર પાસે તા.નડીયાદ જી.ખેડા (૬) રવિશકુમાર વિઠ્ઠલભાઇ પરમાર રહે. વડતાલ જ્ઞાનબાગ પાછળ મોટાભાથીજી મંદીર પાસે તા.નડીયાદ જી.ખેડા (૭) મનોજકુમાર સુરેશભાઇ પરમાર રહે. વડતાલ દૈસાઇપુરા તા.નડીયાદ જી.ખેડા નાઓની અંગજડતીમાંથી મળેલ રોકડા રૂ.૧૩,૮૦૦/- તથા દાવ પર થી મળી આવેલ રોકડા રૂ.૧૯૦૦/- મળી કુલ્લે રોકડ રૂ.૧૫,૭૦0/- તથા પત્તા-પાના નંગ-પર કિં.રૂ.૦૦/- તથા પ્લા.નું મીણીયું કિં.રૂ. ૦૦/-મળી કુલ્લે ૧૫,૭૦૦/- નો મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધમાં વડતાલ પો.સ્ટે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.