ગોપાષ્ટમી નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજી ગૌશાળાની ગાયોની પૂજા કરી નગરના માર્ગો પર લોક દર્શનાર્થે ફેરવવામાં આવી. યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે પ્રતિવર્ષ ગોપાષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. મંદિર ગૌશાળાની ૮૦૦ થી વધુ ગાયોના ગળે ઘંટડી બાંધી ગાયોને પ્રદક્ષિણા રૂપે મંદિર તરફના નગરના માર્ગો પર ફેરવવામાં આવી. ગોપાષ્ટમી પર્વે યાત્રાધામ ડાકોર ગોકુળિયું બન્યું અને નગરની શેરીઓ અને માર્ગો ગાયોની ઘંટડીના રણકારથી ગુંજી ઉઠી.