ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના રવાલિયા ગામ અને મહુધા તાલુકાના નિઝામપુર ના લોકો વચ્ચે જમીન બાબતમાં અથડામણ થઇ હતી, આ ઘટનાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ જૂથ અથડામણમાં રવાલિયા ગામના બે લોકોને ગંભીર ઇજા થઇ છે.
આ ઘટનાને પગલે રવાલિયા ગામે ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પહોંચ્યા હતા, રવાલિયા ગામના પંચાયત પાસે ભેગા કરી મીટીંગ યોજાઈ હતી.
ધારાસભ્ય એ પોલીસ ઉપર વિશ્વાસ રાખી વાતાવરણ ના દોરાય તેની કાળજી લેવા રજૂઆત કરી હતી, ધારાસભ્યની સાથે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ ઉપપ્રમુખ અને કાર્યકર્તાઓ પણ રવાલિયા ગામે પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં મહુધાના મહિજ ગામની સીમમાં આજે સવારે ખેતરમાં ઘાસ કાપવા બાબતે ત્રણ વ્યક્તિઓએ હુમલો કરી બે વ્યક્તિઓની ઈજા કરી હોવાની ફરિયાદ મહુધા પોલીસમાં નોંધાઈ છે. આ બનાવની જાણ મહુધા પોલીસને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ જિલ્લા એલસીબી સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ બનાવને કાબુમાં લીધો હતો, જોકે પોલીસનો બંદોબસ્ત સજ્જડ ગોઠવી દેવાયો છે.