ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વ હેઠળ ખેડા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે જિલ્લાના 10 તાલુકામાંથી આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હડતાળને કારણે ખેડા જિલ્લામાં અનેક મહત્વની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે, આ આંદોલનને કારણે સર્વેલન્સ, મેલેરિયા નિયંત્રણ, ટીબી સારવાર, નવા સગર્ભાની નોંધણી અને ચિકનગુનિયા સંબંધિત કામગીરી ઠપ થઈ છે, બાળકો અને સગર્ભા માતાઓના રસીકરણ કાર્યક્રમ પર વિપરીત અસર પડી છે.
આવેદનપત્રમાં કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ-પે સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.