Skip to content
રવિવાર, નવેમ્બર 22, 2026 Ahmedabad 25°C

દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ લેતાં સેંકડો દર્દીઓ

દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ લેતાં સેંકડો દર્દીઓ

દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે. સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે.

આંખની વિવિધ બીમારીઓ માટે પાલિતાણામાં દર મહિને યોજાતાં નેત્રયજ્ઞનો લાભ આ પંથકનાં ગામોનાં સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે.

કાશી વિશ્વનાથ સતુઆ બાબા સંસ્થાનાં અગ્રણી ગિરીશભાઈ ગોધાણીએ જણાવ્યાં મુજબ આ રવિવારે યોજાયેલ નેત્રયજ્ઞમાં અઢીસોથી વધુ દર્દીઓએ લાભ લીધો છે.

સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે, જે માનવસેવાનાં આ આયોજનમાં તબીબ કીર્તિભાઈ દોશી તથા હરજીભાઈ ઘેલાણી અગ્રણીઓ ઘનશ્યામભાઈ શિહોરા, કાળુભાઈ કાકડિયા, પ્રાગજીભાઈ કાકડિયા, વિજયભાઈ ગોટી, નિલેશભાઈ લાખાણી, લવજીભાઈ પટેલ, ગોરધનભાઈ બલર, નાનુભાઈ ડાખરા વગેરે જોડાયેલાં રહ્યાં છે.

દર મહિને છેલ્લાં રવિવારે યોજાતાં અને આજ સુધીમાં એટલે રવિવાર તા.૨૭ સુધીમાં ૧૭૧ નેત્રયજ્ઞ યોજાઈ ગયાં જેનો લાભ અસંખ્ય દર્દીઓને મળ્યો છે.

આ નેત્રયજ્ઞમાં દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં મોતિયો શસ્ત્રક્રિયા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. ઝામર કે વેલ જેવી બિમારીમાં સંસ્થા સહયોગ કરે છે અને વિનામૂલ્યે લાભ મળે છે. અહીંયા દર્દીઓને તપાસ દરમિયાન ભોજન વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવે છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.