વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય અમેરિકાની મુલાકાતમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, રક્ષા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન નેતાઓએ અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. જેમાં પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેની જવાબદારી ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી છે.
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બાંગ્લાદેશના ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ ભારત આ સ્થિતિને કેવી નજરે જોઈ રહ્યો છે, તે અંગે પણ જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીની ચિંતાને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ મુદ્દે અમેરિકાની સરકારની કોઈ પણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ મુદ્દે નિર્ણય લેવાની સત્તા વડાપ્રધાન મોદી પર છોડું છું. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થયુ છે કે, ભારત હવે બાંગ્લાદેશ મામલે સ્વતંત્રપણે નિર્ણયો લઈ શકે છે.
વ્હાઈટ હાઉસની બહાર થયેલા બાંગ્લાદેશી દેખાવો બતાવે છે કે ત્યાંની રાજકીય પરિસ્થિતિ યુ.એસ.માં પણ ચર્ચાનો વિષય બની રહી છે. મોહમ્મદ યુનુસ વિરુદ્ધનો વિરોધ અને લઘુમતિઓની સુરક્ષાની માંગ બાંગ્લાદેશની હાલની સ્થિતિ પર ગંભીર સંકેત આપે છે.
મુખ્ય મુદ્દાઓ:
-
મોહમ્મદ યુનુસ વિરુદ્ધ વિરોધ:
- પ્રદર્શનકારીઓએ યુનુસના ગેરબંધારણીય શાસનને ખતમ કરવાની માગ કરી છે.
- મોહમ્મદ યુનુસ, જે ગ્રામીણ બેંકના સ્થાપક અને નોબેલ વિજેતા છે, તેઓ બાંગ્લાદેશની રાજનીતિમાં ખૂબ વિવાદિત બની ગયા છે.
-
લઘુમતિઓની સુરક્ષા અંગે ચિંતા:
- શેખ હસીનાની સરકાર હટ્યા બાદ હિન્દુઓ વિરુદ્ધ હિંસા વધી રહી છે.
- બાંગ્લાદેશની 8% વસ્તી હિન્દુ છે, અને રાજકીય અસ્થિરતામાં તેઓ ઉપર વારંવાર હુમલા થાય છે.
- પ્રદર્શનકારીઓએ અમેરિકન સરકારને લઘુમતી હિન્દુઓની સુરક્ષા માટે દખલ દેવાની માગ કરી છે.
વહિષ્ઠ સંદર્ભ:
- શેખ હસીનાના પલાયન બાદ બાંગ્લાદેશમાં અફરાતફરી મચી છે, અને નવું શાસન સ્થિર થવામાં મુશ્કેલીઓ આવી રહી છે.
- આ સ્થિતિ ભારત માટે પણ ચિંતાનો વિષય છે, કારણ કે બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાનો સરહદ અને સુરક્ષા પર અસર પડી શકે છે.
શેખ હસીનાનો પ્રત્યાર્પણનો દ્વિપક્ષીય મામલો
બાંગ્લાદેશ સતત ભારત પાસેથી શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવાની માગ કરી રહ્યો છે. યુએનએ જણાવ્યું કે, ‘બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પ્રત્યાર્પણનો મુદ્દો દ્વિપક્ષીય છે. જિનિવામાં યુએન હ્યુમન રાઈટ્સ ઓફિસે દ્વારા રજૂ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, બાંગ્લાદેશમાં જુલાઈ અને ઓગસ્ટ, 2024માં વિરોધ પ્રદર્શનો દરમિયાન 1400થી વધુ લોકો માર્યા ગયા છે.’
જવાબદાર લોકોને સજાની માગ
યુએનના અધિકારી રોરી મુંગોવેને બાંગ્લાદેશમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન અને માનવતા વિરૂદ્ધ સંભવિત ગુના માટે જવાબદાર તમામ લોકોને સજા આપવાની માગ કરી છે. તેમણે શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો દ્વિપક્ષીય પ્રક્રિયા હોવાનું જણાવ્યું છે.