કેન્દ્રીય માર્ગ-પરિહન મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે લોકસભામાં કહ્યું કે, માર્ગ અકસ્માતને લઈને ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે કે, મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મારા મંત્રાલયના તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતમાં ઘટાડો નથી થઈ રહ્યો. અકસ્માત સતત વધી રહ્યા છે.
ભારતમાં માર્ગ અકસ્માત અંગે નીતિન ગડકરીનો સ્વીકાર અને ચિંતાઓ:
કેન્દ્રીય માર્ગ અને પરિહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં માર્ગ અકસ્માતને લઈને દૂષિત રેકોર્ડ અંગે ચિંતાઓ વ્યક્ત કરી. વિશ્વ સ્તરે માં આ રેકોર્ડને કારણે મોઢું સંતાડવાની સ્થિતિ હોવાની એમણે વાત કરી, જે રસ્તાઓની સલામતી પ્રત્યે ભારતના પડકારોને સ્પષ્ટ કરે છે.
માર્ગ અકસ્માત વિશે વાત કરતા ગડકરીએ કહ્યું, ‘જ્યાં સુધી સમાજનો સહયોગ નહીં મળે, લોકોનો વ્યવહાર નહીં બદલાય અને લોકોમાં કાયદાનો ડર નહીં હોય, ત્યાં સુધી માર્ગ અકસ્માતો નહીં અટકે. માર્ગ અકસ્માતમાં દર વર્ષે 1.7 લાખ લોકોની મોત થઈ જાય છે. આટલા લોકો ન તો લડાઈમાં મરે છે, ન કોવિડમાં મર્યા હતાં અને ન તો દંગામાં મરે છે. મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે. અકસ્માતને લઈને સૌથી ખરાબ રેકોર્ડ આપણો છે.’
તાત્કાલિક સારવાર માટે કેશલેસ ટ્રીટમેન્ટ
કેન્દ્રીય મંત્રી, ગડકરીએ સાંસદોને કહ્યું કે, ‘માર્ગ અકસ્માતને રોકવા માટે પોતાના સ્તરે પ્રયાસ કરો અને પરિવહન વિભાગના સહયોગથી શાળા વગેરેમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરો. નીતિ આયોગના રિપોર્ટ મુજબ, માર્ગ અકસ્માતના શિકાર 30% લોકોની મોત લાઇફ સેવિંગ ટ્રીટમેન્ટ ન મળવાના કારણે થાય છે. તેથી, સારવાર માટે કેશલેસ યોજના બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, ત્યારબાદ દેશભરમાં તેને લાગુ કરવામાં આવશે’
Union Minister @nitin_gadkari replies to the questions asked by member during #QuestionHour in #LokSabha regarding Data on Road Accident Fatalities@ombirlakota @loksabhaspeaker @LokSabhaSectt@MORTHIndia pic.twitter.com/yeyrhjdx9r
— SansadTV (@sansad_tv) December 12, 2024
લાઇસન્સ સિસ્ટમમાં સુધારો
કેન્દ્રીય મંત્રીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રણાલીમાં સુધારાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. આ મુદ્દે નીતિન ગડકરીએ કહ્યું, દુનિયામાં જ્યાં સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ બની જાય છે, તે દેશનું નામ ભારત છે. અમે તેમાં સુધારો કરી રહ્યા છીએ. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ સસંદ સભ્યોને કહ્યું કે, તેઓ માર્ગ અકસ્માતને રોકવાનો પ્રયાસ કરે અને પોતાના સ્તર પર સમાજમાં જાગૃતિ માટે કામ કરે.