વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટ માર્લન સેમ્યુઅલ્સ પર ICCએ 6 વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે. સેમ્યુઅલ્સે ઘણી વખત વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ લીગ ક્રિકેટ રમે છે. પરંતુ હવે ભ્રષ્ટાચારના મામલામાં દોષી હોવાના કારણે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેમ્યુઅલ્સ આગામી 6 વર્ષ સુધી કોઈપણ ફોર્મેટમાં રમી શકશે નહીં.
The former West Indies player with more than 300 international appearances has had his ban confirmed by the ICC.
Details 👇https://t.co/FCybKZNWxz
— ICC (@ICC) November 23, 2023
જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે સેમ્યુઅલ્સ ટીમનો ભાગ હતો
માર્લન સેમ્યુઅલ્સને અમીરાત ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન કોડ સાથે સંબંધિત નિયમોનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. ICC એચઆર અને ઈન્ટીગ્રીટી યુનિટના હેડ એલેક્સ માર્શને આજે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેણે કહ્યું, ‘સેમ્યુઅલ્સ લગભગ બે દાયકાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. આ દરમિયાન તેણે ઘણી વખત એન્ટી કરપ્શન સેશનમાં ભાગ લીધો હતો. તે જાણતો હતો કે એન્ટી કરપ્શનને લઈને શું જવાબદારીઓ બને છે. તે નિવૃત્ત થઇ ચુક્યો છે. પરંતુ જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે તે ટીમનો ભાગ હતો.
સેમ્યુઅલ્સ પર 4 આરોપો લાગ્યા
સેમ્યુઅલ્સ પર આરોપ છે કે તેણે અબૂ ધાબી T10 લીગ દરમિયાન 2019માં ભ્રષ્ટાચાર સાથે સંભંધિત નિયમ તોડ્યા હતા. તેના પર ચાર આરોપ લગાવવામાં આવ્યા છે. અગાઉ વર્ષ 2008માં તેના પર પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો. ICCએ ત્યારે પણ સેમ્યુઅલ્સને દોષિત ગણાવ્યો હતો. તેના પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2015માં ICCએ બોલિંગ એક્શન પર પણ એક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો.
સેમ્યુઅલ્સનું ક્રિકેટિંગ કરિયર
માર્લન સેમ્યુઅલ્સે વેસ્ટ ઇન્ડિઝ માટે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2016માં રમી હતી. જયારે છેલ્લી વનડે મેચ વર્ષ 2018માં રમી હતી. તેણે 71 ટેસ્ટ મેચમાં 3917 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 41 વિકેટ પણ લીધી છે. તેણે 207 વનડે મેચમાં 5606 રન બનાવ્યા છે અને 89 વિકેટ પણ લીધી છે.