દિલ્લી સરકાર અને વાયુ ગુણવત્તા માટેના કમિશન (CAQM) દ્વારા 1 જુલાઈ 2025થી અમલમાં મુકવામાં આવેલું નવીન પગલું—15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર ઈંધણ વેચાણની પ્રતિબંધિત નીતિ—દિલ્લી સહિત સમગ્ર એનસીઆર માટે એક નિર્ણાયક ફેરફારરૂપ છે. આ નિર્ણય દિલ્લીમાં વણસતા વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવી રહ્યો છે, કારણ કે જૂના વાહનો હાનિકારક વાયુઓનું મુખ્ય સ્ત્રોત છે, ખાસ કરીને PM2.5 અને NOx જે શ્વાસસંબંધિત રોગો અને ફેફસાની બીમારીઓ માટે જવાબદાર છે.
#WATCH | Delhi Police seized two end-of-life vehicles (ELVs) – 15-year-old petrol and 10-year-old diesel vehicles from a petrol pump.
Ashok Kumar, Traffic Inspector, says "Two motorcycles have been seized from here. As per guidelines, we will hand over to the registered vehicle… pic.twitter.com/p4VE3fOxAU
— ANI (@ANI) July 1, 2025
CAQMના આ નિર્ણય અનુસાર, 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને હવે ન તો પેટ્રોલ, ડીઝલ કે સીએનજી આપવાનું રહેશે, અને ન તો આવા વાહનો દિલ્લીના રસ્તાઓ પર ચલાવી શકાય. નિયમનનું પાલન કરાવવા માટે MCD, દિલ્લી ટ્રાફિક પોલીસ અને રાજ્ય પરિવહન વિભાગ પેટ્રોલ પંપો પર ચુસ્ત દેખરેખ રાખશે. જો કોઈ પ્રતિબંધિત વાહન માલિક આ નિયમનો ભંગ કરશે, તો તેને ₹10,000 સુધીનો દંડ ફોર વ્હીલર્સ માટે અને ₹5,000 સુધીનો દંડ ટ્વો વ્હીલર્સ માટે ભરવો પડશે.
#WATCH | Delhi | A notice – 'fuel will not be dispensed to end-of-life vehicles (ELVs) – 15-year-old petrol and 10-year-old diesel vehicles from July 1, 2025', along with CCTV cameras and speakers, have been installed at petrol pumps in Delhi
Visuals from a petrol pump in… pic.twitter.com/Y9S9pdPMwP
— ANI (@ANI) July 1, 2025
દિલ્લીમાં હાલમાં અંદાજે 62 લાખ જેટલા એવા વાહનો છે જે આ નવા નિયમ હેઠળ આવે છે. તેવા વાહનોના માલિકો માટે સ્ક્રેપિંગ પૉલિસી હેઠળ વાહન રદ કરાવવી, અથવા પીંગબ્લે ડોક્યુમેન્ટ્સ સાથે બીજા રાજ્યોમાં ટ્રાન્સફર કરાવવો વિકલ્પ બની શકે છે. સાથે જ, ગ્રીન એનર્જી ટ્રાંઝિશનને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળવા માટે લોકોને પ્રેરણા આપવામાં આવી રહી છે.
આ નિર્ણયનો લાભ ન માત્ર દિલ્લી નગર, પણ સમગ્ર એનસીઆર વિસ્તારો જેમ કે ગાઝિયાબાદ, નોઇડા, ગુરગાંવ, ફરીદાબાદ અને સોનિપતને પણ થવાનો છે, જ્યાં 1 નવેમ્બર 2025થી આ નિયમ પૂર્ણપણે લાગુ કરાશે. આખરે, આ પહેલ ‘સ્વચ્છ દિલ્લી, સ્વસ્થ દિલ્લી’ અભિયાન તરફ એક મજબૂત અને દ્રઢ પગલું છે, જે દેશના અન્ય શહેરો માટે પણ માર્ગદર્શક બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel