તા. ૨૬/૦૫/૨૦૨૫ના રોજ દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચને સરકારી નાણાની ઉચાપતના નાણા દિન સાતમા ભરપાઈ કરવા માટે જિલ્લામાંથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સરપંચ દ્વારા નાણાની ભરપાઈ કરવામાં આવી નથી.
જિલ્લા વિકાસ અધિકારીની નોટિસના આધારે એ સાબિત થાય છે કે વાલોડ તાલુકામાં દાદરીયા ગ્રામ પંચાયત માં ભ્રષ્ટાચાર થયો છે એ સાબિત થાય છે,
દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને સરકારી નાણાંની ઉચાપત અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે એવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ બાબતે દાદરીયા ગામના જાગૃત નાગરિકો અને આદિવાસી પંચના સભ્યો દ્વારા કેટલાય આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પણ આજ દિન સુધી તારીખ પર તારીખ અને વાયદાઓ સિવાય કશું મળ્યું નથી.
જો આવનારા 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો, ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે એમ જણાવવામાં આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared