ખેડા જિલ્લામાં ભારે વરસાદ અવિરત વરસ્યો છે, જેને લઈ ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ડાકોર નજીકથી પસાર થતી શેઢી નદીએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદને પગલે શેઢીના પાણી ડાકોર નગરમાં પ્રવેશ્યા અને નિચાણવાળા વિસ્તારોના 500 થી વઘુ ઘરોમાં શેઢીના પાણી ઘુસી જતાં લોકોને સ્થળાંતર થવું પડ્યું હતું, જેને લઈ વરસાદી પાણીનો ઝડપી નિકાલ ન થતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.