ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસતા નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ, જોકે વરસાદ બંધ રહેતા કેટલાક જગ્યાએ આ પાણી ઓસરી પણ ગયા હતા.
ખેડા જિલ્લામાં ૩ દિવસના વિરામ બાદ નડિયાદ, ડભાણ, ઉત્તરસંડા, પીપલગ, પીજ, ડુમરાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં પાણી ભરાયા હતા.