નર્મદા જિલ્લાના કલેકટરશ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ અને તેમની ટીમ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2025 માટે તૈયારીઓના સંદર્ભમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 27 ફેબ્રુઆરી 2025 થી શરૂ થનાર બોર્ડ પરીક્ષાની સુચારૂ અને શાંતિમય રીતે યોજાઈ તે માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નર્મદા જિલ્લાના વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમામ અધિકારીઓને પરીક્ષા દરમિયાન યોગ્ય સંકલન સાથે કામ કરવા સૂચના આપી હતી. આ સાથે, કલેકટર એ બોર્ડ પરીક્ષામાં ભાગ લેનાર તમામ અધિકારીઓને શ્રેષ્ઠ કામનાથી શુભેચ્છા પાઠવી છે.
આ બેઠકમાં જિલ્લા નિરિક્ષક પંકજ વ્યાસ, કાર્યપાલક ઇજનેર (મા*મ) પંચાયત શ્રી રાજેન્દ્ર પટેલ, વીજ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી બી.બી. પટેલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી.પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.પી. પટેલ, નાયબ પશુપાલન નિયામક ડો. રવિન્દ્રભાઈ વસાવા, સરકારી હાઈસ્કુલ રાજપીપલાના આચાર્ય ટી.આઈ. સોલંકી (વર્ગ-2), મામલતદાર અને ટીડીઓ સહિત શિક્ષણ વિભાગના આચાર્ય, શિક્ષકો, પ્રતિનિધિ ઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.