પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહભેર આરંભ થયો છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શિવ વંદના ધર્મ અને સંસ્કૃતિનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો ઉત્સાહભેર મંગળ પ્રારંભ થયો છે. શ્રાવણ માસ પ્રથમ દિવસ યજ્ઞ પ્રારંભમાં અગિયાળીના રામભારતી બાપુની ઉપસ્થિતિ રહી.
વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શિવકુંજ આશ્રમમાં શિવ પૂજા વંદના સાથે ધર્મ અને સંસ્કૃતિનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે. યજ્ઞ પ્રાંરંભ સાથે વૃક્ષારોપણ રોપ વિતરણ કાર્ય થઈ રહેલ છે, જેમાં દેવશીભાઈ ચાવડાને પ્રથમ રોપ અર્પણ થયેલ. અહીંયા ગુરુ આશ્રમ બગદાણાનાં અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.
શ્રાવણ માસ દરમિયાન પ્રથમ ગણેશ યજ્ઞ પ્રારંભ થયો છે. આ સાથે વિષ્ણુ યજ્ઞ, નવચંડી યજ્ઞ, ભૈરવ યજ્ઞ સાથે મહારુદ્ર યજ્ઞ આયોજન થયેલ છે. અહીંયા અનંતભાઈ ઠાકર અને ભૂદેવો દ્વારા ધર્મ પૂજન વિધિમાં આશ્રમ પરિવાર જોડાઈ રહેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel