નડિયાદ નગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારના રૂ. 3,14,59,810/- ના ખર્ચે નિર્મિત થનાર 14 ડામર રોડના કામનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરી રસ્તાના કામનો શુભારંભ કરાવ્યો હતો.
જેમાં વોર્ડ નં -11 સમતા પાર્ટી પ્લોટ થી નીલકંઠ મહાદેવ સુધી રૂ. 27,73,310/- ના ખર્ચે, વોર્ડ નં -11 નીલકંઠ મહાદેવ મંદિર થી સાંઈબાબા મંદિર સુધી રૂ. 18,48,880/- ના ખર્ચે, વોર્ડ નં -11 સાંઈબાબા મંદિર થી માઈ માતા મંદિર સુધી નો રસ્તો રૂ. 44,76,220/-, વોર્ડ નં -9 યોગીનગર સોસાયટી થી મેઘા નગર તળાવ સુધી રૂ. 11,52,890, વોર્ડ નં -13 પાર્થ ફ્લેટ થી હસ્તિનાપુરી સોસાયટી નો રસ્તો રૂ. 33,09,070, વોર્ડ નં – 9 અજયભાઈ ઓફિસ થી પવન ચક્કી સુધીનો રોડ રૂ. 46,83,620, વોર્ડ નં – 12 સેન્ટ્રલ બેંક ના ખાંચાથી શ્રીજી સોસાયટી સુધી નો રોડ રૂ. 8,58,250, વોર્ડ નં – 8 ગ્લોબ સિનેમા થી રબારી વાસ સુધી નો રસ્તો રૂ. 7,50,680, વોર્ડ નં – 8 લખાવાડ થી પ્રણામી મંદિર સુધી નો રોડ રૂ. 2,45,510, વોર્ડ નં – 12 ગીતાનગર સોસાયટી થી વી.કે.વી. રોડ સુધીના રસ્તાનું કામ રૂ. 21,99,170, વોર્ડ નં – 4 પુનીત પાર્ક સોસાયટી થી અમિતભાઈ ની ઓફીસ થઈ એસબીઆઈ બેંક સુધીનો રોડ રૂ. 23,31,300/-, વોર્ડ નં – 4 વિશ્વ નગર ફ્લેટ થી સરક્યુલર રોડ સુધીનો રોડ રૂ. 11,75,270, વોર્ડ નં – 11 દેરી રોડ થી કાળકા માતાના મંદિર સુધી ડામર રોડનું કામ રૂ. 45,71,250 વગેરે કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, કારોબારી,ઉપપ્રમુખ,વા.ચેરમેન, અગ્રણીઓ, કાર્યકર્તાઓ, વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.