ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા નડિયાદ તાલુકા ની મહુડીયાપુરા પ્રાથમિક શાળા – તાબે સુરાશામળ ખાતે પ્રૉજેક્ટ “ગરિમા” હેઠળ કિશોરીઓ માટે સેનિટેશન યુનિટ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું, અમદાવાદ સ્થિત ટ્રેસ્ના ફાઉન્ડેશન અને સેરેનેટિક સોફ્ટવેર પ્રા. લિ. CSR પાર્ટનર ના સહયોગ થી નડિયાદ તાલુકા ની મહુડીયાપુર પ્રાથમિક શાળા – તાબે સુરાશામળ માં કન્યા વૉશરુમ બાંધવામાં આવેલ છે. ગ્રામીણ શાળાઓ ની વિધ્યાર્થીનીઓ ને આરોગ્ય સગવડ પામે અને તેમનું અધવચે શાળા છોડવાનું પ્રમાણ ઘટે તેવા ઉમદા હેતુ થી ટ્રેસ્ના ફાઉન્ડેશને કન્યા શૌચાલય નું નિર્માણ કર્યું છે.
સદર કાર્યક્રમમાં સહયોગી કંપની સેરેનેટિક સોફ્ટવેર પ્રા. લિ. CSR પાર્ટનરના ડિરેક્ટર પ્રમિત જોશી હાજર રહ્યા હતા તથા પે સેન્ટર શાળાના આચાર્ય એસ એમ સી સભ્ય, સી આર સી સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ માટે શાળા પરિવારે તેમનો દિલ થી આભાર માન્યો હતો.