ભારતનું સ્માર્ટફોન બજાર વર્તમાન કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વોલ્યુમ યુનિટની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે બીજા સૌથી મોટા અને મૂલ્યની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે ઉભરી આવ્યું છે. આ માહિતી કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના અંદાજો પરથી પ્રાપ્ત થઈ છે.
ત્રીજા ક્વાર્ટરમાં વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટમાં ભારતનો હિસ્સો ૧૫.૫ ટકા હતો, જે ચીનના ૨૨ ટકા હિસ્સા પછી બીજા ક્રમે હતો. ભારત પછી અમેરિકા ૧૨ ટકા હિસ્સા સાથે બીજા ક્રમે છે.
મૂલ્યની દ્રષ્ટિએ ભારત ત્રીજા ક્રમે છે અને કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં તેનો હિસ્સો ૧૨.૩ ટકા છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ૧૨.૧ ટકા હતો. કુલ વેચાણમાં ૩૧ ટકા હિસ્સા સાથે ચીને તેનું સ્થાન જાળવી રાખ્યું છે અને યુએસ ૧૯ ટકા હિસ્સા સાથે બીજા સ્થાને છે.
સ્માર્ટફોન માર્કેટમાં ભારતની વધતી ભાગીદારી અંગે, રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ૧.૪ અબજની વસ્તી ધરાવતા દેશના ૬૯ કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે. ભારત હજુ પણ ઊંચા વેચાણવાળા બજારોમાંનું એક છે.
પ્રીમિયમાઇઝેશનના વર્તમાન વલણ સાથે કિંમતમાં વધારો થવાનો ઘણો અવકાશ છે કારણ કે ઘણા વપરાશકર્તાઓ તેમના ત્રીજા અથવા ચોથા ફોનમાં અપગ્રેડ કરી રહ્યાં છે. વોલ્યુમની દ્રષ્ટિએ ભારત હવે ચીન પછી બીજું સૌથી મોટું બજાર બની ગયું છે અને મૂલ્યની દ્રષ્ટિએ તે ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે છે.