ભારતીય નૌકાદળે 8 જુલાઈ, 2025ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા અને સામુદ્રિક રાહત ક્ષમતા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જ્યારે વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા નૌકાદળને પ્રથમ સંપૂર્ણ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ ‘INS નિસ્તાર’ સોંપવામાં આવ્યું. ‘નિસ્તાર’ માત્ર સહાયક જહાજ નથી, પરંતુ તે ઊંડા દરિયાઈ સંકટોમાં ઝડપથી આપનારી અત્યાધુનિક રક્ષણ કડી છે. સંસ્કૃત શબ્દ ‘નિસ્તાર’થી પ્રેરિત નામ ધરાવતું આ જહાજ “મુક્તિ” અને “બચાવ”ના ભાવથી સરભર છે અને તેનું નિર્માણ ભારતની આત્મનિર્ભર ડિફેન્સ નીતિનું જીવંત ઉદાહરણ છે.
9350 ટન વજન ધરાવતું અને આશરે 120 મીટર લાંબુ આ જહાજ લગભગ 80 ટકા સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ છે. તેમાં 200થી વધુ નૌકાદળના જવાનો તૈનાત રહી શકે છે અને તે કોઈ પણ બંદર પર પાછા ફર્યા વિના સતત 60 દિવસ સુધી દરિયામાં રહીને કામગીરી કરી શકે છે. INS નિસ્તારનું સૌથી વિશિષ્ટ લક્ષણ એ છે કે તેમાં ‘ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વ્હીકલ’ (DSRV) લગાવવામાં આવ્યું છે, જે દરિયામાં 650 મીટર સુધી ઊંડે જઈ શકે છે અને અવરોધિત અથવા દુર્ઘટનાગ્રસ્ત સબમરીનમાં ફસાયેલા નૌસેનાના જવાનોને સુરક્ષિત રીતે બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તેમાં હેલિપેડ પણ છે, જેથી હેલિકોપ્ટર મારફતે તાત્કાલિક લોજિસ્ટિક સપોર્ટ અને ઈમરજન્સી ઈવેક્યુએશન શક્ય બને છે.
#Nistar, the first indigenously constructed Diving Support Vessel was delivered by Hindustan Shipyard Limited to the #IndianNavy on #08Jul 25 at Visakhapatnam.
Measuring 118 m with a tonnage of nearly 10,000 tons, the ship is installed with state-of-the-art equipment & has… pic.twitter.com/vcaXgYA04F
— SpokespersonNavy (@indiannavy) July 9, 2025
INS નિસ્તારનો ઉપયોગ માત્ર સબમરીન બચાવ મિશન્સ પૂરતોય નહીં, પણ દરિયામાં ડૂબી ગયેલી મૂલ્યવાન વસ્તુઓને બહાર કાઢવા, હાઇ-એન્ડ ડાઇવિંગ અભ્યાસ માટે, તથા અંડરવોટર માઇન્ટેનેન્સ જેવી કામગીરી માટે પણ થઈ શકશે. પૂર્વ કિનારે તૈનાત થનાર આ જહાજ તેની જોડિયા INS નિપુણ સાથે મળી પશ્ચિમ કિનારે જોડાશે, જેથી સમગ્ર દેશ માટે સમુદ્રમાર્ગે તાત્કાલિક બચાવ અને ટેકનિકલ સપોર્ટ સુનિશ્ચિત થઈ શકે.
હાલ સુધી ભારતમાં જો કોઈ સબમરીન દુર્ઘટના થાય, તો રેસ્ક્યુ માટે ઓએનજીસી અથવા ખાનગી તંત્ર પર આધાર રાખવો પડતો હતો. પરંતુ INS નિસ્તારના આગમનથી ભારત પોતાની સબમરીન રેસ્ક્યુ ક્ષમતાઓમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર બન્યું છે. આ જહાજ ભારતીય નૌકાદળની સાયલન્ટ સ્ટ્રૈટેજિક પાવર તરીકે કામ કરશે, જે દુશ્મનના દરિયાઈ સંકેતો અને હુમલાઓનો પહેલાં જ અંદાજ લગાવી પ્રતિસાદ આપવાની ક્ષમતા ધરાવે છે.
INS નિસ્તારનો સમારકામ, ટેકનિકલ દેખરેખ અને ઓપરેશન ભારતભરના તકનિકી અને ડિફેન્સ ઈનોવેશન ક્ષેત્રે કામ કરતી સ્થાનિક એજન્સીઓ દ્વારા થશે, જે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ રોકાણ અને રોજગારીમાં વધારો લાવશે. દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે, જેની સાથે ભારત વૈશ્વિક સ્તરે સમુદ્રસુરક્ષા ક્ષમતાઓ ધરાવતા દેશોની પંક્તિમાં વધુ મજબૂત રીતે ઉભું રહ્યું છે.