હિંદુ ધર્મની અદ્વિતીય અને શ્રેયસ્કર પરંપરા એટલે ગુરુ-શિષ્ય પરંપરા ! ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે; પરંતુ આજનો યુગ ધર્મયુદ્ધનો છે. સંપૂર્ણ પૃથ્વી પર અધર્મનું આવરણ ફેલાયેલું છે. આવા સમયે ધર્મની બાજુએ ઊભા રહેવું એ જ સાધનાનો અને મુક્તિનો સર્વોચ્ચ માર્ગ છે. આ સમજણ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવા અને ધર્મ-રાષ્ટ્ર માટે કર્તવ્યનિષ્ઠા જાગૃત કરવા માટે ગુરુવાર, ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે સનાતન સંસ્થા વતી ગુરુપૂર્ણિમા મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ મહોત્સવ ગુજરાતી, હિંદી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી ઇત્યાદિ ભાષાઓમાં સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે, જ્યારે ગુજરાત ખાતે ૪ ઠેકાણે આયોજિત કરવામાં આવ્યો છે. તેથી સર્વ રાષ્ટ્ર અને ધર્મપ્રેમી હિંદુઓએ સહકુટુંબ આ અમૂલ્ય અવસરનો લાભ લેવો એવું આવાહન સનાતન સંસ્થા વતી કરવામાં આવ્યું છે.
પ્રાચીન કાળથી પ્રત્યેક સમયે ધર્મ અને ન્યાયની બાજુએ લડનારાઓ કરતાં અધર્મીઓની સંખ્યા અને શસ્ત્રબળ અધિક હોય છે; પરંતુ અંતિમ વિજય ધર્મનો જ થયો, કારણ કે ભગવાનના આશીર્વાદ ધર્મની બાજુએ લડનારાઓ માટે જ હોય છે. આજે પણ પરમકલ્યાણકારી ગુરુતત્ત્વ સનાતન ધર્મના રક્ષણ માટે અને ભારતના ઉત્કર્ષ માટે કાર્યરત છે. આથી જ ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું છે.
સનાતન સંસ્થા વતી નીચેના ઠેકાણે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે :
ગુરુવાર, ૧૦ જુલાઈ ૨૦૨૫
૧. માય સ્ટોરી અબ્રોડ, ૩૦૭-૧૦, અર્બન ૨, ભાયલી, વડોદરા (સાંજે ૬. ૩૦ વાગ્યે)
૨. શ્રી ગંગા ગોવિંદ મંગલ ભુવન, મ્યુ. સ્નાનાગાર પાસે, લાલદરવાજા, ભદ્ર, અમદાવાદ (સાંજે ૫.૩૦ વાગ્યે)
૩. જ્ઞાનજ્યોત વિદ્યાલય, ધ્રુવ પાર્ક સોસાયટી, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત (સાંજે ૬.૦૦ વાગ્યે)
૪. કેળકર-વઝે મરાઠી વિદ્યાલય, ખોડિયાર નગર, વાપી (સાંજે ૫.૩૦ વાગ્યે)
આ મહોત્સવમાં શ્રી વ્યાસપૂજન અને પ.પૂ. ભક્તરાજ મહારાજજીનું પ્રતિમાપૂજન (ગુરુપૂજન), સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવના પ્રેરણાદાયી વિડિઓ પ્રક્ષેપણ; રામરાજ્યની સ્થાપના માટે સંકલ્પ અને સામૂહિક નામજપયજ્ઞ; સમાજ, રાષ્ટ્ર અને ધર્મ વિષયો પર નિષ્ણાતોનું માર્ગદર્શન; તેમજ ‘રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે સાધના અને યુદ્ધકાળમાંના કર્તવ્યો’આ વિષયો પર માન્યવર વક્તાઓનું માર્ગદર્શન થશે. આ ઉપરાંત ધર્મ, અધ્યાત્મ, સાધના, બાલસંસ્કાર, આચારધર્મ, આયુર્વેદ, પ્રાથમિક સારવાર, સ્વસંરક્ષણ, હિંદુ રાષ્ટ્ર ઇત્યાદિે વિષયો પર ગ્રંથપ્રદર્શન અને રાષ્ટ્ર-ધર્મ વિશેના ફલક પ્રદર્શન પણ મહોત્સવ સ્થળે લગાવવામાં આવશે.
‘ઑેનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવ’ – દેશ-વિદેશના ભક્તોને ગરુપૂર્ણિમાનો લાભ મળે તે માટે સનાતન સંસ્થા દ્વારા ગુજરાતી, હિન્દી, મરાઠી, તામિલ અને મલયાલમ ભાષાઓમાં ઑનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૦ જુલાઈએ સાંજે ૫.૩૦ વાગ્યે ગુજરાતી ભાષાના મહોત્સવનો લાભ નીચેની લિંક પરથી લઈ શકાશે: Youtube.com/@SSGujarati1
ધર્મ, રાષ્ટ્ર અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ગુરુકૃપા ભણી વળો અને ગુરુપૂર્ણિમા મહોત્સવમાં સહપરિવાર સહભાગી થાઓ !
આપણી નમ્ર,
એડ. રુચા સુળે
સનાતન સંસ્થા, ગુજરાત
(સંપર્ક ક્રમાંક : 9913062014)