નોબેલ પ્રાઈઝ વિજેતા ઈકોનોમિસ્ટ પ્રોફેસર પૉલ માઈકલ રોમરે ભારતની ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ માધ્યમથી પીએમ મોદીની સરકારે આમઆદમીનાં જીવનને આસાન અને સરળ બનાવ્યું છે અને આખી દુનિયા સમક્ષ એક નવી મિસાલ રજૂ કરી છે. પીએમ મોદીએ દેશમાં ૧ જુલાઈ ૨૦૧૫નાં રોજ ડિજિટલ ઈન્ડિયાની પહેલ કરી હતી જેનો હેતુ ગ્રામીણ ક્ષેત્રોને હાઈસ્પીડ ઈન્ટરનેટ નેટવર્ક સાથે જોડવાનો હતો. લોકોનાં ડિજિટલ સાક્ષરતા વધારવાનો હતો. ભારત આવેલા નોબેલ પુરસ્કાર વિજેતા ઈકોનોમિસ્ટે દેશનાં આમઆદમી સુધી ડિજિટલ ક્રાંતિને પહોંચાડવા માટે પીએમ મોદીનાં નેતૃત્વ અને તેમની સરકારની પ્રશંસા કરી હતી.
સમાજનાં તમામ વર્ગને લાભઃ પૉલ રોમરે કહ્યું હતું કે ભારતની ડિજિટલ ક્રાંતિ બેમિસાલ છે. તેનો ઉપયોગ સરકાર દ્વારા સમાજના તમામ સભ્યોને લાભ પહોંચાડવાનો છે. વિશ્વના કેટલાક દેશો કરતા આ ક્રાંતિ થોડી જુદી અને અનોખી છે. ભારતમાં તમામ લોકોને આનો લાભ મળી રહ્યો છે. પૉલે દક્ષિણ એશિયાના દેશોને આ ડિજિટલ ક્રાંતિનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતની ડિજિટલ સફળતા દક્ષિણ એશિયાનાં દેશો માટે આદર્શ બની શકે છે. તેમણે કહ્યું કે UPI, આધાર, ડીબીટી અને ડિજિલૉકર જેવી ઓનલાઇન સેવાઓએ જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. દક્ષિણ એશિયાના દેશો તેનું અનુકરણ કરીને તેમની સફળતાની કહાની લખી શકે છે. દક્ષિણ એશિયાનાં દેશોને વિશ્વાસહોવો જોઈએ કે જો ભારત કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? ૨૦૧૮માં સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
બોસ્ટન કોલેજમાં ઇકોનોમિક્સની યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા પૉલ એક અમેરિકન અર્થશાસ્ત્રી છે અને નીતિના ઘડનારા છે. ઓક્ટોબર ૨૦૧૬માં વિશ્વબેન્કનાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. તેમને ૨૦૧૮માં અનેય ઇકોનોમિસ્ટ વિલિયમ નૉર્ડહૉસ સાથે સંયુક્ત રીતે નોબેલ પ્રાઈસ આપવામાં આવ્યું હતું.