Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 24°C

રસભરી રામકથા પ્રારંભે મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત કરી પિડા

રસભરી રામકથા પ્રારંભે મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત કરી પિડા

બગસરામાં રસભરી રામકથા પ્રારંભે મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત પિડા વ્યક્ત કરી. રામકથા ‘માનસ મેઘાણી’ લાભ લેવાં ભાવિકો ઉમટ્યાં છે.

મોરારિબાપુએ બગસરામાં રામકથા ‘માનસ મેઘાણી’ પ્રારંભ કરાવતાં આ ભૂમિની વંદના અને શ્રી ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ અને શ્રધ્ધાંજલિ રૂપે આ કથા યોજાવાનો ભાવ વ્યક્ત કર્યો, તેમજ વર્ષો પહેલાં અહીંયા યોજાયેલ રામકથાનું સ્મરણ કરી ડોંગરેજી મહારાજની ભાગવત કથા અહીંયા શ્રવણ કર્યાનું ઉમેર્યું.

બગસરામાં રસભરી આ રામકથા ‘માનસ મેઘાણી’ પ્રારંભે આપણી સંસ્કૃતિ અને સનાતન પરંપરાની પ્રાસંગિક વાત દરમિયાન મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત પિડા વ્યક્ત કરી.

પ્રથમ દિવસે રામકથા ગાન કરતાં વેદો દ્વારા પંચદેવ મહિમા રૂપ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને દુર્ગા તેમજ અન્ય વંદનાઓનું વર્ણન પ્રસ્તુત કર્યું અને સનાતન ઉપાસના મહાત્મ્ય જણાવ્યું. આ સાથે જ ઝવેરચંદ મેઘાણી સંલગ્ન લોકસાહિત્યનો ઉલ્લેખ પણ ભાવ અને થનગનાટ સાથે થયો.

ક્થા મનોરથી હર્ષાબા ગોહિલ પરિવાર સાથે ક્થા પ્રારંભે શિવરામ મહારાજ, ભક્તિરામ બાપુ, અશોકભાઈ મેઘાણી, પિનાકીનભાઈ મેઘાણી, સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, દિલીપભાઈ સંઘાણી, બદ્રુભા વાળા, મહેશભાઈ કસવાળા, જીવરાજભાઈ કાકડિયા વગેરે દીપ પ્રાગટ્યમાં જોડાયાં હતાં.

પ્રારંભિક સંચાલન વેળાએ હરિશ્ચંદ્રભાઈ જોષીએ આ ઉપક્રમ એ ઝવેરચંદ મેઘાણીને શ્રધ્ધાંજલિ સ્મરણાંજલિરૂપ ગણાવેલ.

આયોજન વ્યવસ્થામાં ભરતભાઈ ચાંદ્રાણી, ચીમનભાઈ વાઘેલા, લવકુભાઈ વાળા, અભેસિંહ રાઠોડ વગેરે રહ્યાં છે.

બગસરાના આંગણે આ રામકથા ‘માનસ મેઘાણી’ લાભ લેવાં ભાવિકો ઉમટ્યાં છે, જેઓ ક્થા શ્રવણ સાથે પ્રસાદ લાભ લઈ રહ્યાં છે.

મૂકેશ પંડિત

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.