તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ એક માત્ર રંગ ઉપવન આજે વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહ્યું છે જે વાલોડ ગામના આંતરિક રાજકારણના ઝઘડામાં એના વિકાસની અનદેખી કરવામાં આવી રહી છે.
થોડા સમય અગાઉ વાલોડ તાલુકા પંચાયતના ટીડીઓ અને S O ને આ બાબતમાં પૂછવામાં આવતા એમને જણાવ્યું હતું કે વાલોડ ગ્રામ પંચાયત દ્વારા જગ્યા માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને રંગ ઉપવન ની જગ્યા પર વાલોડ ગામનો મોટો કોમ્યુનિટી હોલ બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે અને ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.
તો અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આજ દિન સુધી કોના ઇશારે અને કયા કારણોસર આ ફાઈલ ને મંજૂરી આપવામાં આવી નથી.