ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા નડિયાદ કમલમ કાર્યાલય ખાતે ૧૧૬ નડિયાદ વિધાનસભાના સહપ્રવાસ અંતર્ગત જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં પરિચય બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત સંગઠનના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી રાજેશભાઈ પટેલ, અમિતભાઈ ડાભી, દીપકભાઈ મિસ્ત્રી સહિત જિલ્લાના હોદ્દેદારો, મંડળ પ્રભારીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ, નડિયાદ શહેર સંગઠનના હોદ્દેદારો, મોરચાના આગેવાનો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, મંડળ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ, વરિષ્ઠ કાર્યકરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાના સભ્યો, સરપંચો તેમજ વિવિધ સરકારી ક્ષેત્રના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel