ઓડ નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ ના મંત્રને સાકાર કરવા માટે સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટીવલ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તા. ૦૫ માર્ચ થી ૧૧ માર્ચ ૨૦૨૬ સુધી આઈકોનિક રોડ, કુમારશાળા પાસે, ઓડ ખાતે યોજાઈ રહ્યો છે.
મેળાના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઇ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન મંત્ર સુધાબેન ચૌહાણ અને ઓડ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેમાનોએ સ્થાનિક ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને કલાકારોને પ્રોત્સાહન આપવા આવા સ્વદેશી મેળાઓ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.
ઓડ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ જે. પટેલ,ઉપપ્રમુખ કેતનકુમાર આર. રાવલજી, કારોબારી ચેરમેન કિરીટકુમાર આર. અહિમકર તથા ચીફ ઓફિસર એસ. એમ. અંસારી સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્વદેશી મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ્સ અને સ્થાનિક બનાવટની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા નગરજનોને મોટી સંખ્યામાં મેળામાં પધારી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel