Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 25°C

ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો વ્યક્ત કરાયો સંકલ્પ

ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો વ્યક્ત કરાયો સંકલ્પ

તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. સરપંચ રમાબેન નાકરાણી અને ઉપસરપંચ મેહુરભાઈ ગોહિલના નેતૃત્વમાં આયોજનો થશે.

ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં આવેલ ચૂંટણી દરમિયાન અગ્રણીઓમાં માર્ગદર્શન સાથે બિનહરીફ સમરસ ગ્રામપંચાયત થયાં બાદ ઉપસરપંચ માટે પણ બિનહરીફ મેહુરભાઈ ગોહિલ થયાં છે.

તલાટી મંત્રી મૂકેશભાઈ પરમારનાં સંકલન સાથે સિહોર તાલુકા બાંધકામ વિભાગના મદદનીશ ઈજનેર વિપુલભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં નવા સૂત્રધારોને સત્તા સોંપવામાં આવેલ.

તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં આ પહેલી બેઠકમાં વિકાસ કામોનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. સરપંચ રમાબેન નાકરાણી અને ઉપસરપંચ મેહુરભાઈ ગોહિલના નેતૃત્વમાં આયોજનો થશે. સરપંચ અને ઉપસરપંચ સાથે સભ્યો રણજીતભાઈ સોલંકી, હિતેશગિરી ગોસ્વામી, વિશાલભાઈ મકવાણા, વિભાબેન રાઠોડ, રૂપાલીબેન ચૌહાણ, દિપ્તીબેન મકવાણા તથા મનીષાબેન સોલંકીને અગ્રણીઓએ શુભકામના પાઠવી છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.