ભાવનગરનાં યોગ કાર્યકર્તા દિલીપ સોલંકી પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં છે. ઈશ્વરિયાના વતની અને પતંજલિ યોગ પરિવારના સાધકની સુરતમાં યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં નિમણૂક થઈ છે.
સ્વામી રામદેવજી મહારાજ અને સ્વામી પરમાર્થદેવજીની પ્રેરણાથી ભાવનગરમાં બોરતળાવ અને અનેક સ્થાન ઉપર પતંજલિ યોગ પરિવારની પ્રવૃત્તિ સાથે લગભગ નવ વર્ષથી સમર્પિત થઈ સેવા કાર્ય કરનાર સાધક ઈશ્વરિયાના વતની દિલીપ સોલંકી હવે પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં છે.
ભારત સ્વાભિમાન રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ અને વિનોદભાઈ શર્મા, તનુજાબેન આર્ય, જોગારામજી પટેલ, સુરેશભાઈ ગાબાણી, સુરેશભાઈ સુથાર વગેરેનાં સંકલન સાથે સુરતમાં યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં દિલીપ સોલંકીની પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી તરીકે નિમણૂક થતાં યોગ કાર્યકર્તાઓ દ્વારા શુભકામનાઓ પાઠવાઈ છે.