ગગનયાન માટે ISRO એ મોટો પ્લાન બનાવ્યો છે. હવે આ મિશનમાં ઓસ્ટ્રેલિયાનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. લોન્ચ બાદ સતત નજર રાખવા માટે ISRO ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુ પર કામચલાઉ ટ્રેકિંગ બેઝ બનાવશે. ભારતીય વિજ્ઞાનીઓની ટીમ આ ટાપુનો પ્રવાસ કરી ચૂકી છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ સ્થળ ગ્રાઉન્ડ ટ્રેકિંગ સ્ટેશન બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. આ જાણકારી ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીની પ્રમુખ એનરિકો પાલેર્મોએ એક અંગ્રેજી અખબારને આપી છે.
કોકોસ (કીલિંગ) આઈલેન્ડ પર ટ્રેકિંગ માટે જરૂરી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. આ કામમાં ઓસ્ટ્રેલિયા પણ આગળ વધીને ભારતની મદદ કરી રહ્યું છે. કારણ એ અહીંથી ગગનયાનની ટ્રેજેક્ટરી પર સંપૂર્ણ નજર રાખી શકાય છે. ટેલીમેટ્રી અને કંટ્રોલ્સને નિયંત્રિત કરી શકાય છે. ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સી ISRO સાથે આ મિશનમાં જોડાવા માગે છે.
એનરિકોએ કહ્યું કે, અમે ISROને ઈમરજન્સી સીનેરિયોમાં પણ મદદ કરવા માટે તૈયાર છીએ. તેના માટે પણ પ્લાન બનાવવામાં આવી ચૂક્યા છે. અમે ગગનયાનની ટ્રેજેક્ટરી પર નજર રાખીશું. કંઈપણ ગડબડ થશે, એસ્ટ્રોનોટને મિશન અબોર્ટ કરવું પડ્યું અથવા ક્રૂ રિકવરી થઈ તો ભારતીય વિજ્ઞાનીઓની સાથે ઊભા રહીશું.
કોકોસ (કીલિંગ) આઈલેન્ડ ઓસ્ટ્રેલિયાની દરિયાઈ સરહદથી થોડુ બહાર હિંદ મહાસાગરમાં રહેલા 27 નાના કોરલ ટાપુોનો સમૂહ છે. આમાંથી માત્ર બે ટાપુ વેસ્ટ આઈલેન્ડ અને હોમ આઈલેન્ડ પર લોકો રહે છે. અહીં લોકો 600 લોકો વસવાટ કરે છે જે કોકોસ મલય કહેવાય છે. વધારે પડતા સુન્ની મુસલમાન છે. પરંતુ તેઓ મલય ભાષા બોલે છે. આ ટાપુની સંપૂર્ણ જાળવણી ઓસ્ટ્રેલિયન સરકાર કરે છે.
ગગનયાન પર નજર રાખવા માટે રિલે સેટેલાઈટ
ISRO ચીફ ડો. સોમનાથે થોડા સમય પહેલા કહ્યું હતું કે, ગગનયાન મિશન માટે ISRO પહેલા રિલે સેટેલાઈટ લોન્ચ કરશે. જેથી પૃથ્વીની ચારે બાજુથી ગગનયાનનો સંપર્ક કરી શકાય. આ ઉપરાંત જીસેટ સેટેલાઈટ્સ દ્વારા પણ સંપર્કમાં રહીશું. આ સેટેલાઈટ SpaceXના ફોલ્કન રોકેટથી અમેરિકાથી જ લોન્ચ થશે.